દેશના ગૃહમંત્રી અમિત શાહે શનિવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહમંત્રીના નિવેદન પર આરોપ લગાવ્યો હતો કે અમિત શાહ CAAને લઈને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તેને લાગુ પણ કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, અમિત શાહે કહ્યું છે કે, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે CAA કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવી લેશે નહીં. તેનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાની, અફઘાન અને બાંગ્લાદેશી લઘુમતીઓને નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે.
નોંધનીય છે કે, આ મહિનાની શરુઆતમાં CAAના મુદ્દાએ કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના સાંસદ શાંતનું ઠાકુરે કરેલા નિવેદનના કારણે ગરમાયો હતો. જોકે, તેમણે પાછળથી સીએએ પર કરેલા નિવેદન પર સ્પષ્ટતા આપીને કહ્યું હતું કે, 29મી જાન્યુઆરીએ કરેલો દાવો જીભ લપસવાનો હતો.
શાંતનુ ઠાકુરે પોતાના નિવેદન પર ભારે વિવાદ ચગતા આખરે ફરી નિવેદન આપીને કહ્યું હતું કે, ખરેખર, હું એવું કહેવા માગતો હતો કે સીએએ માટે નિયમો નક્કી કરાયા છે તેને અંતિમ રૂપ આપવામાં આવશે. લાગુ કરવાની વાત જીભ લપસવાવાળી ઘટના હતી.
શાંતનુના નિવેદન પર મમતા બેનર્જીએ કર્યા હતા પ્રહાર
તમને જણાવી દઈએ કે શાંતનુ ઠાકુરે 29 જાન્યુઆરીના રોજ CAA લાગુ કરવાનો દાવો કર્યા બાદ તરત જ મમતા બેનર્જીએ તેમની વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી હતી અને દાવો કર્યો હતો કે ભાજપ હંમેશા કોઈપણ ચૂંટણી પહેલા ધાર્મિક લાગણીઓને ભડકાવવા માટે CAAનો મુદ્દો ઉઠાવે છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘ચૂંટણી પહેલા ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આ જાણી જોઈને રાજકીય પ્રયાસ છે. જ્યારે દરેક વ્યક્તિ નાગરિક છે ત્યારે CAA મુદ્દાને આટલું મહત્વ આપવાનો શું અર્થ છે?’
કેન્દ્રીય મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ અથવા મુખ્યમંત્રી મમતા બેનર્જીને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના અમલીકરણને રોકવાનો કોઈ અધિકાર નથી. શાંતનુ ઠાકુરના જણાવ્યા અનુસાર, જે લોકો આંદોલન અને પ્રદર્શન દ્વારા CAAનો વિરોધ કરી રહ્યા છે તેઓ માત્ર રાજકીય કારણોસર આવું કરી રહ્યા છે.
1 ટિપ્પણીઓ
Good
જવાબ આપોકાઢી નાખો