Breaking News

3/recent/ticker-posts

શ્વેતા તિવારી ફરી પ્રેમમાં પડી ! દીકરાની ઉંમરના હીરોને ડેટ કરવાના લાગ્યા આરોપ.

શ્વેતા તિવારી ફરી પ્રેમમાં પડી ! 2 વાર લગ્ન તૂટ્યા પછી 4 એક્ટર્સ સાથે જોડાયું નામ, દીકરાની ઉંમરના હીરોને ડેટ કરવાના લાગ્યા આરોપ.

shweta-tiwari-photo-boyfriend


Shweta Tiwari Affairs: એક્ટ્રેસ ‘કસૌટી ઝિંદગી કી’થી ફેમસ થઇ હતી, જેનું કરિયર જેટલું શાનદાર રહ્યું છે, પર્સનલ લાઇફ એટલી જ વિવાદોથી ઘેરાયેલી રહી. તેણે બે વાર લગ્ન કર્યા હતાં અને બંને વાર તેના લગ્ન નિષ્ફળ રહ્યાં. તે સિંગલ મધરની જવાબદારી નિભાવી રહી છે અને ઘણીવાર નાના એક્ટર્સ સાથે અફેરના કારણે ચર્ચામાં આવતી રહે છે. તે પોતાના બેબાક અંદાજ અને ફેશન સેન્સના કારણે ઘણી નવી એક્ટ્રેસીસ પર ભારે પડે છે. લોકોએ તેના પર તેના દીકરાની ઉંમરના હીરોને ડેટ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને ખૂબ ટ્રોલ કરી હતી.

 એક્ટ્રેસ 43 વર્ષની છે અને બે બાળકોની મા છે, પરંતુ ખૂબસૂરતીમાં ઘણી નવી એક્ટ્રેસથી વધુ ખૂબસૂરત લાગે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર બીચ પર ફરતાં મનમોહક તસવીરો શેર કરી છે, તો લોકો તેના ગ્લેમરસ અંદાજના ફેન થઇ ગયાં છે. તે બ્રાલેટ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી. એક્ટ્રેસ થોડા દિવસ પહેલાં જ એક્ટર સાથે મસ્તીભરી તસવીરો શેર કરીને ચર્ચામાં આવી હતી, જેની સાથે તેના અફેરની અફવાના કારણે તે ટ્રોલ્સના નિશાને આવી હતી.

shweta-tiwari-photo-boyfriend-date


શ્વેતા વાયરલ ફોટોઝમાં એક્ટર વરુણ કસ્તૂરિયાની ખૂબ જ નજીક જોવા મળી રહી છે. જેના કારણે લોકો તેમના અફેરના ક્યાસ લગાવીને તેમને ટ્રોલ કરવા લાગ્યાં હતાં. લોકો કટાક્ષ કરતાં બોલ્યા કે, શું તે દીકરાની ઉંમરના છોકરાને ડેટ કરશે? જો કે, વરુણ કસ્તૂરિયાએ ફોટો કેપ્શનમાં હેશટેગ સાથે ‘મધર એન્ડ સન’લખ્યું હતું, તેમ છતાં લોકો શ્વેતા પર કટાક્ષ કરવા લાગ્યાં. 

શ્વેતા તિવારીને દર્શકો ટીવી શો ‘અપરાજિતા’માં વરુણ કસ્તૂરિયાની સાસુના પાત્રમાં જોઇ ચુક્યાં છે. એક્ટ્રેસનું નામ પહેલા પણ તેનાની નાના એક્ટર્સ સાથે જોડાઇ ચુક્યું છે. ‘ઇમલી’ ફેમ એક્ટર ફહમાન કાન સાથે અફેરની ચર્ચા પણ ખૂબ થઇ, જે શ્વેતા તિવારી કરતાં આશરે 10 વર્ષ નાનો છે.

રિપોર્ટ અનુસાર, ફહમાન ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘મેરે ડેડ કી દુલ્હન’ વખતે શ્વેતા તિવારી સાથે અફેરની અફવા સામે આવી હતી. એક્ટરે થોડા દિવસો પહેલા જ અફવાઓનું ખંડન કર્યુ હતું અને જણાવ્યું હતું કે, તે સેટ પર શ્વેતા તિવારી સાથે બેસીને આ અફવાઓ પર ખૂબ હસ્યો હતો.

shweta-tiwari-photo


શ્વેતા તિવારીનું નામ ‘ખતરો કે ખિલાડી’ના કન્ટેસ્ટન્ટ રહેલા વિશાલ આદિત્ય સિંહ સાથે પણ જોડાયું હતું. જો કે તે પણ એક અફવા જ સાબિત થઇ. જોકે, એક્ટરે જણાવ્યું હતું કે, તે ઘણીવાર શ્વેતા સાથે ફ્લર્ટ કરતો હતો. ખરેખર, એક્ટ્રેસે શો ‘બેગુસરાય’માં વિશાલની માનો રોલ કર્યો હતો. તે ત્યારે તેની ખૂબસૂરતીથી અભિભૂત રહેતો હતો. શ્વેતા તિવારીનું નામ ‘કસૌટી ઝિંદગી કી’ ફેમ એક્ટર સિઝાન ખાન સાથે પણ જોડાયું હતું, પરંતુ એક્ટ્રેસે આ અફવાઓને પણ નકારી કાઢી હતી. 

રિપોર્ટ અનુસાર, વિશાલ આદિત્ય સિંહે કહ્યું હતું કે, ‘જ્યારે અમે ‘બેગુસરાય’નું શુટિંગ કરી રહ્યાં હતાં, ત્યારે હું માસૂમિયતથી તેની સાથે ફ્લર્ટ કરતો હતો તે મને ઝાટકતી અને કહેતી કે, ચલ ભાગ, તુ બાળક છે. હું તેનું અને તેના કામનું ખૂબ સન્માન કરુ છું. તેણે મારી માનો રોલ કર્યો, તો હું તેને મૉમા કહેવા લાગ્યો. ત્યારથી જ હું તેને આવી રીતે જ સંબોધુ છું.
shweta-tiwari-photo-son


શ્વેતા તિવારીની પર્સનલ લાઇફ ખૂબ જ ઉથલપાથલ ભરેલી રહી છે. તેણે 18 વર્ષની ઉંમરમાં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતાં, તેનાથી તેની દીકરી પલક તિવારી છે. બંને આશરે 9 વર્ષ બાદ અલગ થઇ ગયાં. તેણે તેના પહેલા પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. 

43 વર્ષની શ્વેતાએ બીજી વાર એક્ટર અભિનવ કોહલી સાથે 13 જુલાઇ, 2013ના રોજ લગ્ન કર્યા હતાં, જેના આશરે 6 વર્ષ બાદ બંને અલગ થઇ ગયાં હતાં. આ સંબંધથી શ્વેતા તિવારીને એક દીકરો છે. જેનું નામ રેયાંશ કોહલી છે. 




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ