ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડ માન્ય દસ્તાવેજ નથીઃ સુપ્રીમ કોર્ટ
આધાર નહીં, હવેથી આ દસ્તાવેજ ગણાશે જન્મનો પુરાવો, ચુકાદો આપતા જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું
Supreme Court On Aadhaar Card News : મૃતક વ્યક્તિના પરિવારને વળતર આપવા સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટે જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડ ન સ્વીકારવા અંગે નિર્ણય આપ્યો.
Supreme Court On Aadhaar Card : તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડ બનાવવાની ના પાડી દીધી છે. નોંધનિય છે કે, ભારતમાં રહેવા માટે ભારતીય નાગરિકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. દરરોજ તમને કોઈ ને કોઈ કામ માટે આ દસ્તાવેજોની જરૂર પડે છે. આવા ઘણા દસ્તાવેજો છે જેના વિના ઘણા કામ અટકી શકે છે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.
ઘણા લોકો આધાર કાર્ડનો ઉપયોગ ઘણી જગ્યાએ આધારકાર્ડ તરીકે કરે છે. તેથી ઘણા લોકો તેને જન્મતારીખના પુરાવા તરીકે પણ માને છે. જો તમે પણ એવું જ વિચારતા હોવ તો અમે તમને જણાવી દઈએ કે તમે ખોટા છો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે આધાર કાર્ડને લઈને આ નિર્ણય આપ્યો છે.
0 ટિપ્પણીઓ