ઉધના પોલીસે બ્લેક ફિલ્મ વાળી કારમાંથી એક પિસ્તોલ, દારૂની બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો.
ઉધના-નવસારી રોડ પર ઉધના પોલીસ વાહન ચેકિંગમાં ઊભી હતી તે વખતે બ્લેક ફિલ્મ વાળી કારમાં એક શખ્સને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યા હતો. જોકે તે ઊભો ન રહી ત્યાંથી સ્પીડમાં ભાગી ગયો હતો. જેથી પોલીસને શંકા જતા ફિલ્મી ઢબે પીછો કરી ઉધના સાઉથ ઝોન ત્રણ રસ્તા પાસે દબોચી લીધો હતો.
પોલીસે તેની પૂછપરછ કરતા પિસ્તોલનું ઉતરપ્રદેશનું લાયસન્સ હતું, જોકે અહીં આ પિસ્તોલની કોઈપણ જાતની પરમિશન ન હતી. જે વેપન મળી આવ્યું તે મલ્હોત્રા એન્ડ કંપનીનું પ્રીમિયમ કેટેગરીનું હતું જે પિસ્ટલની કિંમત રૂપિયા 8.50 લાખ છે.
આરોપી સચીન જીઆઇડીસીમાં કેમિકલનો વેપાર કરે છે તે વર્ષાથી સુરતમાં રહે છે અને ધંધો પણ સુરતમાં જ કરે છે. તે યુપીમાંથી પિસ્ટલનું લાયસન્સ મેળવી સુરતમાં સાથે લઈ ફરતો હતો.પોલીસે સ્કોપીયો કાર, પિસ્ટલ અને દારૂની બોટલ સહિત કુલ રૂપિયા 12.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નશાની હાલતમાં આરોપીએ પોલીસ સાથે પણ માથાકૂટ પણ કરી હતી.
હાલ ઉધના પોલીસે આરોપી રવિ રાજેન્દ્ર શર્માની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
0 ટિપ્પણીઓ