Breaking News

3/recent/ticker-posts

18 નંબર સાથે વિરાટ કોહલીનું ખાસ કનેક્શન

18 નંબર સાથે વિરાટ કોહલીનું ખાસ કનેક્શન, પોતે જણાવ્યું આ નંબરનું મહત્વ કોહલી માટે 18 નંબર ખુબ જ ખાસ છે.

Virat-18-Number-IPL-2025-RCB

Virat Kohli 18 Number Connection: આઈપીએલ 2025 ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. 18 વર્ષ બાદ 18 નંબરની જર્સી સાથે વિરાટ કોહલી લાંબા સમયથી ટ્રોફીની રાહ જોઈ રહ્યો હતો. જેનો આખરે અંત આવ્યો છે. આરસીબી પહેલી વાર આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. 18 નંબરનો સંયોગ આખરે વિરાટ કોહલી સહિત રોયસ ચેલેન્જર્સ બેંગલુરુને ફળી ગયો છે.


18 નંબર વિરાટ કોહલીને ફળ્યો

3 જૂન એ તારીખ હતી જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ અને પહેલીવાર ટાઈટલ માટે બે ટીમો મેદાનમાં ઉતરી. જો કે આ તારીખ સામાન્ય ન હતી. આરસીબી 18 વર્ષથી ટાઈટલની રાહ જોઈ રહી હતી. વિરાટ કોહલીની જર્સીનો નંબર પણ 18 છે અને મહત્વની વાત એ છે કે ફાઈનલની તારીખ સાથે પણ 18 નંબરનો ગજબનો સંયોગ હતો.


royal-challengers-bengaluru-ipl-2025-champions

વિરાટ કોહલીનું 3 જૂન સાથે કનેક્શન.

આઈપીએલની ફાઈનલ મેચ 3 જૂનના રોજ રમાઈ હતી. આ તારીખનું ખાસ કનેક્શન વિરાટ કોહલી સાથે જોડાઈ રહ્યું છે. કેવી રીતે? તો આજે 3 જૂન એટલે કે 03-06-2025 તેનો સરવાળો કરીએ તો(3+6+2+0+2+5) 18 થાય છે. આ નંબરનું કનેક્શન વિરાટ કોહલીની જર્સીના નંબર સાથે છે. એટલે કે તેમની જર્સીનો નંબર પણ 18 છે અને 18 વર્ષ બાદ આરસીબીની ટ્રોફીનો રાહનો અંત આવ્યો છે. આરસીબીના ચાહકો ખુશ છે કે આજે પહેલી વાર આરસીબી ચેમ્પિયન બની છે.

royal-challengers-bengaluru-ipl-2025-champions

18 નંબર સાથે વિરાટ કોહલીનું ખાસ કનેક્શન, પોતે જણાવ્યું આ નંબરનું મહત્વ

હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 18 મેના રોજ આઈપીએલ 2023ની 65મી મેચ રમાઈ હતી. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કલાસેનની આક્રમક પ્રથમ આઈપીએલ સેન્ચુરીને કારણે 20 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરબાદનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 186 રન રહ્યો હતો. વિરાટ કોહલીની શાનદાર સેન્ચુરીની મદદથી બેંગ્લોરની ટીમે ભવ્ય જીત મેળવી હતી.


કોહલી માટે 18 નંબર ખુબ જ ખાસ છે. 18 મેના દિવસે તેણે હૈદરાબાદ સામે સેન્ચુરી મારી હતી. આ પહેલા પણ તેણે 18 મેના દિવસે આઈપીએલની આગળી સિઝનોમાં સેન્ચુરી ફટકારી છે. જણાવી દઈએ કે તેની જર્સી નંબર પણ 18 છે. આ સિવાય પણ 18 નંબર સાથે તેના જીવનની ઘણી વાતો જોડાયેલી છે. વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ વાત તેણે જણાવી છે.


Virat-18-Number-IPL-2025

18 નંબરની જર્સી વિરાટ કોહલી માટે લક્કી ?

કોહલીએ કહ્યું- સાચું કહું તો 18 ની શરૂઆત માત્ર એક નંબર તરીકે થઈ હતી . જ્યારે મેં પહેલીવાર મારા નામ અને 18 નંબર સાથે ઈન્ડિયા અંડર-19 જર્સી જોઈ હતી. પરંતુ તે મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ નંબર બન્યો. મેં 18મી ઓગસ્ટ (2008)ના રોજ ભારત માટે મારી શરૂઆત કરી હતી. મારા પિતાનું પણ 18 ડિસેમ્બર 2006ના રોજ અવસાન થયું હતું. મારા જીવનની બે સૌથી મહત્વપૂર્ણ ક્ષણો 18મીએ બની. ભલે મને તે પહેલા નંબર મળી ગયો, પરંતુ લાગે છે કે આ નંબર અને આ તારીખ સાથે મારો કોઈ સંબંધ છે. ફેન્સને 18 નંબરની જર્સીમાં જોઈ મને ખુશી મળે છે.


આઈપીએલમાં વિરાટ કોહલીએ 50 ફિફટી અને 6 સેન્ચુરી ફટકારી છે.

બેંગ્લોર માટે 7500 રનથી વધારે રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે.

તેણે આઈપીએલ 2023માં 500થી વધારે રન પૂરા કર્યા.

રન ચેઝ કરતી વખતે સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો.

ટી20માં સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો.


વિરાટ કોહલી એ આ મેચમાં 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે 12 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. ભુવનેશ્વનરની ઓવરમાં તે ફિલિપ્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે આઈપીએલ કરિયરની છઠ્ઠી સેન્ચુરી ફટકારી હતી. આ સાથે તેણે ક્રિસ ગેઈલની સૌથી વધારે સેન્ચુરીનો રેકોર્ડની પણ બરાબરી કરી હતી.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ