News Gujarat Weather : તૈયાર રહેજો, આજે ઠંડીનું જોર રહેશે યથાવત.
સુરત: રાજ્યમાં થયેલાં માવઠા બાદ બુધવારથી ઠંડા પવનોનું જોર વધ્યું હતુ. (Cold Wave in Gujarat) જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે ફરીથી માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી તા. 4 થી 7 જાન્યુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. જેના કારણે તારીખ 6 અને 7 જાન્યુઆરીએ રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી કરવીમાં આવી છે. જેના કારણો રાજ્યના ખેડૂતોમાં ફરીથી ચિંતાના વાદળો ઘેરાયા છે. (Unseasonal Rain in Winter)
રાજ્યમાં 10 કિલોમીટરની ઝડપના ઠંડા પવનોની અસરથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન ગગડતાં ઠંડીમાં વધારો નોંધાયો હતો. જ્યારે આજ સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. બુધવારે સમગ્ર રાજ્યમાં 11.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. તો બીજી બાજુ 29.0 ડિગ્રી સાથે વલસાડમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
હવામાન વિભાગ અનુસાર આગામી તા. 4 થી 7 જાન્યુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે.
આગામી ચાર-પાંચ દિવસ ઉત્તર,પશ્ચિમ ભારતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ વગેરે પંથકમાં તો તા. 1 જાન્યુઆરીથી જ બરફવર્ષા, વરસાદની આગાહી છે. તા. 4થી 7 આ સીસ્ટમની અસર હેઠળ જમ્મુ કાશ્મીર સહિતના આ વિસ્તારોમાં ભારે વરસાદ કે બરફવર્ષાની આગાહી કરાઈ છે. તેની અસર રૂપે મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન સાથે ગુજરાતમાં તા. 6 અને 7 હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતા છે.
બુધવારના હવામાનની વાત કરીએ તો, રાજકોટમાં સવારનું તાપમાન 4.5 સે.ઘટયું હતું. અન્ય શહેરોમાં પણ 2થી 5 સે.સુધી પારો નીચે ઉતર્યો હતો.
ન્યુનત્તમ તાપમાન નલિયા 11.5, ભૂજ, ડીસા, વલ્લભવિદ્યાનગરમાં 12, વડોદરા 13.2, અમદાવાદ 13.5 કેશોદ 13.6, રાજકોટ 13.8, સુરેન્દ્રનગર અને કંડલામાં 14, જુનાગઢ, મહુવા 15,5, દરિયાકાંઠા નજીકના જામનગર, સુરત, દ્વારકામાં 16, વેરાવળ અને દિવમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
1 ટિપ્પણીઓ
khub saras
જવાબ આપોકાઢી નાખો