ગુગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવી કોલ કર્યો, એન્ડ્રોઇન ફોનમાં એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ભેજાબાજે રોકડ તફડાવી.
સુરત શહેર ભટાર વિસ્તારમાં રહેતા આરટીઓ એજન્ટે ગુગલ પરથી મેળવેલા કસ્ટમર કેર પર કોલ કરી આરબીએલનો ક્રેડિટ (RBL Credit Card) કાર્ડ બંધ કરાવવા જતા રૂ. 52,999 ની મત્તા ગુમાવતા ખટોદરા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.
ભટારની સ્વીટી કો.ઓ. સોસાયટીમાં રહેતા આરટીઓ એજન્ટ અલ્પેશ અમૃતલાલ મહુવાગરા (ઉ.વ. 45) એ ગુગલ પર સર્ચ કરી આરબીએલ ના ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા કસ્ટમર કેર પર કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ પુનઃ કસ્ટમર કેર પર કોલ કરતા કોલ રિસીવ કરનારે ક્રેડિટ કાર્ડ લીધો ત્યારે જે રૂ. 600 આપ્યા હતા તે રીફંડ કરવાની કાર્યવાહી કરૂ છું એમ કહી મોબાઇલ હેક કરી આઇસીઆઇસીઆઇના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 19,000 અને એસબીઆઇના એકાઉન્ટમાઁથી રૂ. 24,999 અને બીજી વખત રૂ. 9,999 મળી કુલ રૂ. 52,999 કપાઇ ગયાનો મેસેજ આવ્યો હતો. જેથી અલ્પેશે તુરંત જ કસ્ટમર કેર પર કોલ કર્યો હતો. પરંતુ કોલ રિસીવ કર્યો ન હતો.
0 ટિપ્પણીઓ