સુરતમાં કોરોના કેસમાં એક બાજું વધારો થઇ રહ્યો છેતો બીજી બાજું સિવિલ હોસ્પિટલમાં શરદી ખાંસીના ગળામાં ખરાશ જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે. દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એમાં સુરત શહેરમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.તેજ રીતે સિવિલ હોસ્પિટલમાં પણ લોકોમાં ઝડપથી ફેલાઈ રહેલા શરદી, ખાંસી, ગાળામાં ખરાશ તાવના લક્ષણ જેવા દર્દીઓની સઁખ્યામાં વધારો થયો છે. છેલ્લા 10 દિવસથી આ પ્રકારના દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ઉભરાઈ છે.દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે.
છેલ્લા 10 દિવસમાં 2000 જેટલા દર્દીઓ આવ્યા છે.
આ બાબતે સિવિલ હોસ્પિટલના કોવીડ-19 OPD ઇન્ચાર્જ.
ડો.પારુલ.વડગામા જણાવ્યુકે છેલ્લા અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે.પરંતુ દાખલ દર્દીઓ ખુબ જ ઓછા છે.અને હોસ્પિટલના ઓપીડીમાં મોટા ભાગમાં દર્દીઓ શરદી, ખાંસી, ગાળામાં ખરાશ, અશક્તિ, સ્વાદ નઈ આવવો, એવા આવી રહ્યા છે. રોજના 150 થી 200 જેટલા દર્દીઓ આવી રહ્યા છે.છેલ્લા 10 દિવસથી એજ રીતના દર્દીઓ આવી રહ્યા છે. વચ્ચે 250 જેટલા દર્દીઓ પણ નોંધ્યા હતા.અને રોજના 10 થી 12 દર્દીઓ દાખલ થઇ રહ્યા છે.એટલે છેલ્લા 10 દિવસમાં 2000 જેટલા દર્દીઓ આવ્યા છે.અને હાલ 90 જેટલા દર્દીઓ દાખલ છે.
0 ટિપ્પણીઓ