સુરતમાં ચાલુ બાઈકમાં આગ, પત્ની-પુત્ર સાથે જતા યુવાને સુજબૂજ દાખવી બાઇક રોડ બાજુએ પાર્ક કરતા જાનહાનિ ટળી. ટીઆરબી જવાન સહિત લોકોએ બાઈકની આગ પર કાબૂ મેળવ્યો.
સુરતમાં ભાગળ ચાર રસ્તા નજીક એક ચાલુ બાઇકમાં આગ લાગી જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે પત્ની અને પુત્ર સાથે જતા બાઇક ચાલક યુવાનની સુજબૂજ દાખવી બાઇક રોડ બાજુએ પાર્ક કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં પણ ભેગા થઈ ગયેલા લોકોએ પણ બાઇકની આગને ઓલવવા આગળ આવ્યા હતા.
રસ્તા ઉપર સળગતી બાઇક પર પાણીનો મારો કર્યો.
તપાસ કરતા ખબર પડી હતી કે બાઇક ચાલક એના પરિવાર એટલે કે પત્ની અને માસુમ બાળક સાથે ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે જ બાઇકમાં આગ લાગી ગઈ હતી. જેથી ફરજ પર તૈનાત TRB જવાન સોનવણે જયેશ તુકારામ તત્કાલિક બર્નિંગ બાઇકની આગને કાબૂમાં લેવા પીવાના પાણીનો 20 લીટરનો જગ લઈ દોડી ગયો હતો અને રસ્તા ઉપર સળગતી બાઇક પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લીધી હતી.
કોઈ જાનહાનિ ન થતા મોટી ઘટના ટળી.
સ્થાનિક લોકો રોડ પરથી માટી લઈ આગને કંટ્રોલ કરવામાં પડી ગયા હતા. બસ ગણતરીની મિનિટોમાં જ બધાના પ્રયાસથી આગ કાબૂમાં આવી ગઈ અને કોઈ જાનહાનિ ન થતા મોટી ઘટના ટળી હતી.
0 ટિપ્પણીઓ