Breaking News

3/recent/ticker-posts

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, ટાઈમટેબલ પર નાખીએ એક નજર.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, ટાઈમટેબલ પર નાખીએ એક નજર.

announcement-Board-Examination-Board-of-Education-gandhinagar-Std-10-12


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની (Board Exam) જાહેરાત કરવામાં આવી છે. 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજવામાં આવશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.


કોરોનાના કેસોમાં ઉછાળો આવતા સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે. જેના કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળું વેકેશન પણ પાછું ખસેડાયું છે. નોંધનીય છેકે કોરોનામાં રાહત થતા હવે આ વરસે બોર્ડની પરીક્ષા ઓફલાઇન યોજવામાં આવશે.

announcement-Board-Examination-Board-of-Education


ધો. 10માં 9.70 લાખ જેટલાં ફોર્મ ભરાયાં.
સૂત્રો મુજબ, ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે.


આધારભૂત સુત્રના જણાવ્યા પ્રમાણે ધોરણ 10માં અદાજીત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલા ફોર્મ ભરાયા છે.



28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજવામાં આવશે. તો આવો જાણીએ બોર્ડની પરીક્ષાઓનું વિગતવાર ટાઈમટેબલ.








ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ