Breaking News

3/recent/ticker-posts

Paytm બંદ RBIએ લીધો મોટો એક્શન.

ડિજિટલ પેમેંટ અને ફાઈનેંશિયલ સર્વિસ આપતી કંપની Paytm પર RBIએ મોટા પ્રતિબંધો લગાડ્યાં છે. હવેથી આ કંપની નવા કસ્ટમર નહીં જોડી શકે.

Paytm-Banned

  • Paytm સામે RBIએ લીધો મોટો એક્શન.
  • કંપની પર નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યાં.
  • 29 ફેબ્રુઆરી બાદ કંપની નવા કસ્ટમર નહીં જોડી શકે.




ઓનલાઈન પેમેંટ સર્વિસ આપતી દિગ્ગજ કંપની Paytmને ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટો ઝટકો મળ્યો છે. બુધવારે આ કંપની પર નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યું છે. એટલે કે હવે PPBLની સાથે નવો કોઈ કસ્ટમર જોડાઈ શકશે નહીં. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ નિર્ણય તાત્કાલિક ધોરણે લાગૂ કરવામાં આવી રહ્યો છે.

RBI-PAYTM



જો કે બેંકનાં ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, FASTag, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી આપવામાં આવશે. પણ પૈસા જમા કરી શકશે નહીં. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. 

29 ફેબ્રુઆરી પછી બધું બંધ!
RBIએ કહ્યું છે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ ગ્રાહકો ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ અને નેશનલ મોબિલિટી કાર્ડમાં પૈસા જમા કરાવી શકશે નહીં. જો કે તેમના ખાતામાં વ્યાજ, કેશબેક અને રિફંડ આવી શકે છે. RBIએ કહ્યું છે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા કોઈ બેંકિંગ સેવા આપવામાં આવશે નહીં. 

RBIએ શા માટે લીધાં આ એક્શન?
રિઝર્વ બેંકની તરફથી Paytm Payment Bank પર લેવામાં આવેલ એક્શન અંગે કહેવામાં આવ્યું છે કે એક ઓડિટ રિપોર્ટ અને બાહરી ઓડિટર્સ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ બાદ Paytmની બેંકિંગ સર્વિસમાં નિયમોનાં ભંગ અને મેટિરિયલ સુપરવાઇઝરીને લગતી ઘણી બાબતો ઊજાગર થઈ છે. જેના લીધે કેન્દ્રીય બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  સામાન્ય ભાષામાં સમજીએ તો,

સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને અનુગામી કમ્પાઇલેશન વેલિડેશન રિપોર્ટથી જાણવા મળ્યું છે કે કંપનીએ સતત નિયમ-ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત, Paytm બેંક સંબંધિત પણ ઘણી ખામીઓ સામે આવી છે જેના કારણે ભવિષ્યમાં પણ તેની સામે જરૂરી પગલાં લેવામાં આવશે.

આદેશ અનુસાર નવા ગ્રાહકો પર બેનની સાથે-સાથે 29 જાન્યુઆરી 2024 બાદથી હાલનાં કસ્ટમરનાં એકાઉંટ્સમાં પણ ટ્રાંઝેક્શન પર રોક લગાડી દેવામાં આવી છે.

કંપનીનાં શેરમાં કડાકો શક્ય

શક્ય છે કે RBIનાં આજના આ નિર્ણયની અસર કંપનીનાં શેર પર આવતી કાલે પડે...અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ Paytmનાં શેરોમાં 20%નો ઘટાડો થયો હતો. જેની પાછળનું મુખ્ય કારણ Paytm Payment bank દ્વારા ફાળવવામાં આવતી મિની  પોસ્ટપેડ લોન હતું તેવું માનવામાં આવી રહ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ