રાજકોટમાં કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરાયો, મેચ પ્રેક્ટિસ દરમિયાન થયો ગુમ,જાણો શું છે અપડેટ.
રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે અને ટીમ મેનેજમેન્ટ સાથે સીધો સંપર્કમાં રહેતો હોય છે, ટીમના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોમાં પણ તે સામેલ હોય છે. એવામાં તેનો ફોન ચોરી થવો એ ગંભીર બાબત કહી શકાય છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ રમવા માટે રાજકોટના પ્રવાસે પહોંચી છે. જોકે મેચ પહેલા જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાના iPhoneને લઈને ચર્ચામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રોહિત શર્માનો iPhone મંગળવારે રાત્રે ચોરાઈ ગયો છે. જે હજુ સુધી મળી શક્યો નથી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારના રોજ સાંજે આખી ટીમ પ્રેક્ટિસમાં વ્યસ્ત હતી. ત્યારે નેટ પ્રેક્ટિસ પૂર્ણ થયા બાદ રોહિત શર્માનો iPhone ચોરાયો હોવાની ચર્ચા ઉઠી છે. એવું કહેવાય છે કે, રોહિત શર્મા દ્વારા પોતાનો iPhone ગુમ થયો હોવાની જાણ કરવામાં આવતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ તેમજ જવાનો દ્વારા મોડી રાત સુધી iPhone બાબતે તપાસ ચલાવવામાં આવી હતી. પરંતુ રોહિત શર્માનો iPhone મળ્યો ન હતો.
રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે અને ટીમ મેનેજમેન્ટ સાથે સીધો સંપર્કમાં રહેતો હોય છે, ટીમના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોમાં પણ તે સામેલ હોય છે. એવામાં તેનો ફોન ચોરી થવો એ ગંભીર બાબત કહી શકાય છે.
0 ટિપ્પણીઓ