યુવતીએ લગ્ન કર્યા બાદ ગામમાં ભારે તણાવનો માહોલ છે. સુરક્ષા માટે પોલીસ અને પીએસી ફોર્સ તૈનાત કરી છે. મામલો સરાય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોહિદ્દીનપુર સડવા ગામનો છે.
કૌશાંબી: યુપીના કૌશાંબી જિલ્લામાં એક મુસ્લિમ યુવતીએ પોતાના હિન્દુ પ્રેમી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા છે. તે રુખસારમાંથી રુક્મણિ બનીને શિવ મંદિરમાં હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે આ લગ્ન સંપન્ન થયાં. યુવતીએ આ અંગે જણાવ્યું છે કે, તે પોતાના પાડોશમાં રહેતા યુવક રવિ સાથે પ્રેમ કરતી હતી અને તેની સાથે ભાગી ગઈ હતી. હવે તે ધર્માંતરણ કરીને રવિ સાથે લગ્ન કરી રહી છે. યુવતીએ કહ્યું કે, તેના પરિવારે રવિ વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરી હતી.
યુવતીએ લગ્ન કર્યા બાદ ગામમાં ભારે તણાવનો માહોલ છે. સુરક્ષા માટે પોલીસ અને પીએસી ફોર્સ તૈનાત કરી છે. મામલો સરાય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોહિદ્દીનપુર સડવા ગામનો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, મોહિદ્દીનપુર સડવા ગામની રહેવાસી 20 વર્ષિય રુખસાર બાનો પોતાના પાડોશી રવિ ગુપ્તા સાથે પ્રેમ કરતી હતી. તે 15 દિવસ પહેલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ મામલામાં યુવતીના પરિવારે યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.
ત્યાર બાદ પોલીસે યુવતીને સકુશલ જપ્ત કરીને કોર્ટમાં 164 અંતર્ગત નિવેદન નોંધાવ્યું. યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તે પુખ્ત છે અને તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. તે યુવકને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. આ વાત તેના પરિવારને પસંદ નથી. એટલા માટે પરિવારજનોએ યુવક પર અપહરણનો ખોટો રિપોર્ટ નોંધાવ્યો છે. ત્યાર બાદ કોર્ટે એઝ પ્રુફ ડોક્યુમેન્ટ અને યુવતીના નિવેદનના આધાર પર તેને યુવકને સોંપવાનો આદેશ આપ્યો. જે બાદ પોલીસે યુવતીને તેના પ્રેમીને સોંપી દીધી.
કોર્ટમાંથી પાછા ફર્યા બાદ યુવતીએ પોતાના પ્રેમી સાથે એક શિવ મંદિરમાં પહોંચીને ત્યાં હિન્દુ રીતિ રિવાજ સાથે તેની લગ્ન કર્યા. યુવકના માતા-પિતા અને હિન્દુવાદી સંગઠનોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન થયા. આ દરમ્યાન પોતાના પ્રેમી સાથે શિવલિંગની પૂજા અર્ચના પણ કરી. ત્યાં હાજર લોકો અને સાસુ સસરાએ પણ આશીર્વાદ આપ્યા.
યુવતી દ્વારા હિન્દુ યુવક સાથે મંદિરમાં લગ્ન કરવાની વાત જેવી યુવતીના પરિવારને થઈ તો ગામમાં ભારે તણાવનો માહોલ ઊભો થયો. કારણ કે યુવક અને યુવતીના ઘર આમને સામને છે. તેથી ગામમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી છે. તો વળી આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
0 ટિપ્પણીઓ