સુરતના અમરોલી વિસ્તારમાં ટ્રિપલ મડરની ઘટના સામે આવી છે.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના સામે આવી છે. કારખાના ના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી હુમલો કરતા માલિક સહીત પિતા અને મામાંને બચાવા જતા એમ ત્રણ લોકોની થઇ હત્યા કરવામાં આવી છે. હાલ આ મામલે અમરોલી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
માલિક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં એક સાથે એક જ પરિવારના ત્રણ લોકો ની હત્યાની ઘટના સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના સામે આવી છે. કારખાના ના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી માલિક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં માલિક ને બચાવા જતા પિતા અને મામાં બંનેઓ ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક 108 એમ્યુલેન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ત્રણે જનના ટૂંકી સારવાર બાદ મોત થતા અમરોલી પોલીસ નો કાફલો દોડતા થઇ ગયા હતા. હાલ આ મામલે અમરોલી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
કારખાનાના એક કારીગરને કલ્પેશભાઈ ધોળકિયા એ કોઈ કારણસર છૂટો કરી દેતા કારીગરને ગુસ્સો આવી ગયો હતો.
સૂત્રો માહિતી અનુસાર શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાના જે
ધનજીભાઈ ધોળકિયાનું છે જેઓ વર્ષોથી થી કારખાના ચલાવે છે. ત્યાં ગતરોજ તેમના જ કારખાનાના એક કારીગરને કલ્પેશભાઈ ધોળકિયા એ કોઈ કારણસર છૂટો કરી દેતા કારીગરને ગુસ્સો આવી ગયો હતો અને તેણે પોતાના અન્ય મળતીયાઓને બોલાવી કલ્પેશભાઈ ધોળકિયા ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જોકે તે સમયે ધનજીભાઈ વાલાજીભાઈ રજોડીયા અને ધનજીભાઈ ધોળકિયા ત્યાં જ હાજર હતા.તે બંને જણા પણ કલ્પેશભાઈ ને બચાવ જતાં તેઓ પણ ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા. ઈજાગ્રત હાલતમાં તેમને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણે નું ટૂંકી સારવાર બાદ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો તે ઉપરાંત અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ત્રીપલ મર્ડર ની સમગ્ર ઘટનાક્રમ કારખાનામાં લગાવવામાં આવેલ CCTV માં કેદ થઇ ગઈ છે. CCTV ફૂટે જ માં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, માલિક કલ્પેશભાઈ ઉપર કારીગર અને અન્ય ઈસમો દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવે છે. અને ત્યારબાદ કારીગર અને અન્ય ઈસમ ક્યાંથી ભાગી જતા હોય છે અને ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં કલ્પેશભાઈ તેમની પાછળ ભાગે છે પરંતુ તેઓ નીચે ગુલાંટી ખાઈને પડી જતા હોય છે.
પરિવારજનો એ હત્યારાને પકડી પાડવા માટે જીદ પકડી છે.
હાલ આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો એ તાત્કાલિક ધોરણે હત્યારાને પકડી પાડવા માટે જીદ પકડી છે. એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી આ હત્યારા નહીં પકડાય ત્યાં સુધી અમે મૃત્યુ દેહ નો સ્વીકાર કરીશું નહીં. તો કે હાલ આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ કરી છે.
0 ટિપ્પણીઓ