Breaking News

3/recent/ticker-posts

આવતી કાલે સવારે​​​​​​​ 9.30થી રાતે 8 સુધી લિંબાયત, ઉધના, ખટોદરા, પાંડેસરામાં પાણી કાપ રહેશે

આવતી કાલે સવારે​​​​​​​ 9.30થી રાતે 8 સુધી લિંબાયત, ઉધના, ખટોદરા, પાંડેસરામાં પાણી કાપ રહેશે.

water-cut-surat

કતારગામ વાસ્તાદેવડી રોડના ખોખાવાળા કંપાઉન્ડ નજીકથી પસાર થતી મેઇન ભૂગર્ભ લાઇનમાં લીકેજને કારણે તેનું રીપેરિંગ 26મી ડિસેમ્બર સોમવારે સવારે 9.30થી રાતે 8 સુધી હાથ ધરાશે. જેનાથી કિન્નરી, ખટોદરા, ઉધના ચીકુવાડી અને પાંડેસરા જળ વિતરણ મથકની ભૂગર્ભ પાણી ટાંકીઓ ભરાતી હોવાથી પાણી સપ્લાય થઇ શકશે નહીં. જેના લીધે સોમવારે લિંબાયત તથા ઉધના ઝોન-એમાં પાણી પુરવઠો સપ્લાય પણ બાધિત થશે.

લિંબાયત ઝોનમાં ભાઠેના-1, ઉમિયાનગર,મગદુમનગર, સલીમનગર, પ્રકાશ એન્જિ. ગલી, EWS ક્વાર્ટર્સ, જવાહર નગર, નહેરુનગર, લો-કાસ્ટ કોલોની, હળપતિ કોલોની ખ્વાજા નગર, બેઠ્ઠી કોલોની, ઇસ્લામપુરા, મિલેનિયમ માર્કેટમાં પાણી કાપ રહેશે. ઉધના ઝોન જૂનો બમરોલીનો અપેક્ષા-હરીઓમ-પુનિત નગર, દેવી દર્શન સોસા. જય જવાન જયકિશાન સોસામાં પાણી કાપ રહેશે. સાંજના સપ્લાયમાં પાંડેસરા GIDC, ખટોદરા GIDC વિસ્તારમાં પાણી કાપ રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ