સુરત સવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 11 દર્દીઓ થયા કોરોના સંક્રમિત આ તમામને કોવિડ- ૧૯ હોસ્પિટલની બિલ્ડીંગમાં સારવાર માટે મોકલી આપ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ છેલ્લા ચાર દિવસમાં ૧૪૦ લોકોનું રેપિડ- RTPCR ચેકઅપ કરવામાં આવ્યું હતું.
સુરત સિવિલ હોસ્પિટલમાં 11 દર્દીઓ કોરોના સંક્રમિત થતા. તે તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલની કોવિડ-19 બિલ્ડિંગમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. જોકે આ તમામ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આકસ્મિત ઘટનાઓમાં ઈજાઓ થયેલ તેઓ સારવાર લઇ રહ્યા હતા. કે સિવિલ હોસ્પિટલ દ્વારા શહેરમાં વધતા જતા કેશને લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓનું રિપીડ-RTPCR ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ દર્દીઓનું કોવિડ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમાંથી શહેરના પોલીસ સ્ટેશનમાંથી લાવવામાં આવેલ કુલ 60 જેટલા આરોપીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.બાકીના સારવાર લઇ રહેલા 79 દર્દીઓનો રીપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો બાકીના 11 દર્દીઓ પોઝેટીવ આવતા તેમને સિવિલ હોસ્પિટલની કોવિડ-19 બિલ્ડિંગમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આ બાબતે સિવિલ હોસ્પિટલમાં RMO ડો.કેતન.નાયક દ્વારા એમ કહેવામાં આવ્યુકે સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓનું સાવચેતીના ભાગરૂપે કોવિડ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.અને અમે એવા દર્દીઓ માટે એમ્બયુલેન્સની પણ વ્યવસ્થા કરી છે. જો કોઈ દર્દી અન્ય ઈજાઓને લઈને હોસ્પિટલમાં આવે છે તો સારવાર તો કરવામાં આવે જ છે. તેનું કોવિડ છેકઅપ પણ કરવામાં આવે છે. અને તે જો પોઝેટીવ આવે એટલે તેને તરત હોસ્પિટલની કોવિડ બિલાડીગમાં મોકલી આપીયે છીએ ત્યાં કોવિડની સારવાર તો કરવામાં આવશે જ પણ જે ઈજાઓને લઈને આવ્યો હતો તેનું પણ સારવાર કરવામાં આવશે.થોડા દિવસ પેહલા જ શહેરના પાંડેસરા વિસ્તારના એક વૃદ્ધ મહિલા ઈમરજન્સીમાં આવ્યા અને તેમનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો.તેમને સારવાર માટે છે.
0 ટિપ્પણીઓ