વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ સંક્રમિત થયા બાદ તેમનાં સંપર્કમાં આવેલ પત્ની અને યુનિવર્સિટીના અન્ય સાત સભ્યો કોરોના સંક્રમિત.
ઑફ લાઇન વર્ગો બંધ કરવામાં આવ્યા.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ સંક્રમિત થયા બાદ તેમનાં સંપર્કમાં આવેલ પત્ની અને યુનિવર્સિટીના અન્ય સાત સભ્યો કોરોના સંક્રમિત તથા ૮ પ્રોફેસર તથા ૨ વિદ્યાર્થીઓ સહિત કોરોના સંક્રમિત થતા ઑફલાઇન વર્ગ બંધ કરવામાં આવ્યો અને ૫૦%ની હાજરી સાથે વહીવટી કામગીરી કરવા તજવીજ હાથ ધરવામાં આવી.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ સંક્રમિત થયા બાદ તેમનાં સંપર્કમાં આવેલ પત્ની અને યુનિવર્સિટીના રજીસ્ટર ઇન્ચાર્જ જયદીપ ચૌધરી, કમ્પ્યુટર સાઇન્સના પ્રોફેસર ડો.અપૂર્વા દેસાઈ, સોશિયોલોજી વિભાગના પ્રોફેસર ડો.મધુ ગાયકવાડ, અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડો.અમિત પ્રજાપતિ તેમની સાથે ત્યાંના જ બીજા બે કર્મચારીઓ.
એકાઉન્ટ વિભાગના કર્મચારી પંકજ ટંડેલ, અને અન્ય પ્રોફેસર ડો. વિભૂતિ જોશી તેમાં હોસ્ટેલના બે વિદ્યાર્થીઓ પણ પોઝેટીવ થયા હતા.હાલ આ તમામ લોકોના ઘરે તમામ સભ્યોનું ફરી એક વખત આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યું છે. અને સંક્રમિત તમામ લોકો કોવિંડની સારવાર લઇ રહ્યા છે.અને હાલ યુનિવર્સિટીમાં ઑફલાઇન વર્ગ બંધ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટીમાં ૫૦% ની હાજરી સાથે વહીવટી કામગીરી કરવા તજવીજ.
ગુજરાતમાં દિવસે દિવસે કોરોના કેશમાં વધારો થતો જાય છે.એમાં સુરતમાં પણ એજ રીતેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દિવસે દિવસે કોરોના કેશમાં વધારો તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ થોડા દિવસ પેહલા કોરોના સંક્રમિત થયા હતા. જેમાં તેમનાં સાથે સતત સંપર્કમાં રહેતા પત્ની અને યુનિવર્સિટીના અન્ય સાત સભ્યો કોરોના સંક્રમિત તથા ૮ પ્રોફેસરોને પણ કોરોના સંક્રમિત થયા છે. અને બીજા બે વિદ્યાર્થીઓ પણ કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા તમામ લોકો કોવિડ સારવાર હેઠળ છે. અને આ તમામ પરિસ્થિતિ જોઈ શહેરમાં સતત વધી રહેલા કેશને લઈને યુનિવર્સિટી દ્વારા ૫૦%ની હાજરી સાથે વહીવટી કામગીરી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
0 ટિપ્પણીઓ