Breaking News

3/recent/ticker-posts

સુરતમાં વેહલી સવારથી જ તાપી ઓવરબ્રિજ સિવાય તમામ ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યા.

સુરત શહેરમાં વહેલી સવારથી જ તાપી ઓવરબ્રિજ સિવાય તમામ ઓવર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બ્રિજ ઉપર દોરી થી થતા અકસ્માતોને રોકવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ALL-OVER-BRIDGES-IN-SURAT-EXCEPT-TAPI-OVERBRIDGE-WERE-CLOSED

સુરતમાં તાપી ઓવરબ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ કરાયા બંધ.

શહેરના બ્રિજ બંધ કરવામાં આવ્યા.

સુરત શહેરમાં વહેલી સવારથી જ શહેરના તાપી ઓવરબ્રિજ શિવાય તમામ નાનામોટા બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તારીખ ૧૪ અને ૧૫ આ બે દિવસ સુધી બ્રિજઉપર દોરી થી થતા અકસ્માતોને રોકવા માટે  

આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કારણકે બ્રિજ ઉપર કપાયેલા પતંગ ના દોરાથી દર વખતે ઘણા અકસ્માતો થતા હોય છે. જેમાં અનેક વાર એવું પણ બન્યું છેકે આ પતંગના દોરાના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા બે દિવસ માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ટું વ્હીલ ઉપર સેફટી ગાર્ડ હશે તો તમને પરમિશન આપવામાં આવશે.

સુરત શહેરમાં વહેલી સવારથી શહેરના તાપી ઓવરબ્રિજ સિવાય તમામ નાના મોટા બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. આ તમામ બ્રિજ ઉપર ટ્રાફિક પોલીસ તથા ટીઆરબી જવાન તેનાત કરી દેવામાં આવ્યા છે.અને જો ટુ વીલ બાઇક ઉપર દોરી થી બચવા માટેનું સેફટી ગાર્ડ હશે તો જ પરમિશન આપવામાં આવી રહ્યું છે. સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કઇ રીતે ટ્રાફિક ટીઆરબી જવાની બાઈક ઉપર જતાં લોકોને બ્રિજ ઉપર જવાને બદલે બ્રિજ નીચેથી જવાનો આગ્રહ કરી રહ્યા છે. જેથી બ્રિજ ઉપર દોરીથી થતા અકસ્માતોને અટકાવી શકાય.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ