સુરતમાં આજે કોઈ પણ વાર તહેવારે સુરતીઓ ખાવાનું છોડતાં નથી એજ રીતે સુરતના ૧૨૨ વર્ષ જૂની પેઢીએ આજે 700 કિલોનું ઉધ્યું બનાવ્યું છે.
સુરતમાંનું એક કેહવત છેકે સુરતનું જમણ અને કાસીનું મરણ એટલે સુરતમાં કોઈ પણ વાર તહેવારે સુરતીઓ ખાવાનું છોડતાં નથી. સુરતીઓ ઉતારણમાં ઉધ્યું ખાવાનું છોડતાં નથી તો આ વખતે ઉધ્યુંના ભાવમાં 450 રૂપિયા કિલોનો ભાવ છે.કારણકે કસે ને કસે વર્ષ દરમિયાન માવઠા અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે શાકભાજીના ભાવમાં વધારો થવાંથી ઉધ્યુંના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ સુરતની 122 વર્ષ જૂની પેઢી જેઓ આ વખતે પણ ગતવર્ષનો જ ભાવ ઉધ્યુંમાં છે.360 રૂપિયા કિલો જ છે.
સુરતીઓ ભલે સુખી સંપન્ન હશે કે પછી ભલે ઓછા પૈસા વાળા હશે પણ ઉધ્યું તો ખાસે જ.
આ બાબતે સુરતના શહેરના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાળા જેઓ ખુદ ઉધ્યુંના વેપારી પણ છે. તેમણે જમાવ્યુકે ચૌટા બજાર ઘી શંકર એનો હું માલિક છું અમારી દુકાન ૧૨૨ વર્ષ જૂની પેઢીએ છે.અને ખાસ કરીને સુરત એટલે ખાસ કરીને ખાણી પીણી માટે પ્રખ્યાત છે.અહીં તહેવારો હિસાબે અલગ-અલગ વસ્તુઓ બનતી હોય છે.અને આજે ઉત્તરણનો તહેવાર એટલે ઉધ્યું વગર ઉત્તરણ પતંગ અને દોરી વગર અધૂરી કહેવાય એમ એમ ઉધ્યું વિના સુરતીઓનું તહેવાર અધૂરો કહેવાય.આજના દિવસે સુરતીઓ ભલે સુખી સંપન્ન હશે કે પછી ભલે ઓછા પૈસા વાળા હશે પણ ઉધ્યું તો ખાસે જ પરંતુ હવે વિવિધ પ્રકારના ઉધ્યું બનાવામાં આવી રહ્યા છે.પરંતુ ઓરીજનલ જે ઉધ્યું હોય તેમાં પાપળી, સાકરીયા, રાતાળું, બટાકા, રીંગણ, તમામ ભાજી એ સાથેનું ઉધ્યું એ ઓરિજિનલ જ ઉધ્યું કહેવાય છે.અને આજે અમે એજ રીતે ઉધ્યું બનાવી રહ્યા છે.
અમે 360 રૂપિયા કિલો જ ઉધ્યું વેચી રહ્યા છે.
વધુમાં એમ કહ્યુકે સૌથી મોટી વાત એ છેકે અમે સિંગ તેલમાં ઉધ્યું બનાવીયે છીએ.અત્યારે તો વિવિધ તેલમાં ઉધ્યું બની રહ્યું છે.અને જૂની એક કેહવત છેકે " ઓછે નફે બો વેપાર " એટલે કોઈ પણ જતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી.એટલે અમે 360 રૂપિયા કિલો જ ઉધ્યું વેચી રહ્યા છે.અને સિગતેલ માં જ બનાવી વેચી રહ્યા છે.ઉધ્યું સાથે બટાકાનું શાક અને પુરી એ અમારે માટે સ્પેશ્યલિટી છે.એટલે આજે એની પણ ગ્રહાકી રહેશે.અને સાંજ સુધી આ ગ્રાહકી ચાલશે.અમને એવી બીક હતીકે કોરોના કારણે ઉધ્યુંના ઓડૅર ઓછા મળશે પણ અત્યારે જે રીતે ગ્રાહકીનો ટ્રેન્ટ છે.તો સાંજે સુધીમાં અમારો ટાર્ગેટ છે.500 થી 700 કિલો એ વેચાઈ જશે.ખાસ કરીને ઉધ્યુંમાં પાપળીએ મહત્વનો ભાગ ભજવે છે.કતારગામની પાપળી એ અસલ કહેવાતું પણ આજે તો કતારગામમાં બિલ્ડીંગો બની ગયા છે.પરંતુ અત્યાર પણ અહીં ઓલપાડ ખાતે ઘણા ખેતરોમાં પાપળી ઉગે છે.એ પાપળીથી ઉધ્યું બંને છે. ખાસ પાપળી વગરનું ઉધ્યું નકામી છે.ઘણા લોકો વાલોડને પણ વચ્ચેથી કાપી ઉધ્યું બનાવતા થઇ ગયા છે.
0 ટિપ્પણીઓ