સુરતમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેમાં શહેરના શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
શાળા- કોલેજોમાં કુલ ૧૭૪ ધનવંતરીરથ દ્વારા વિદ્યાર્થીઓનું કોવિડ-૧૯નું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં કોરોના કેશોમાં દિવસે દિવસે સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ કોરોના કેશ ૨૭૦૦ને પાર થઈ ગયો છે. રાજ્યમાં કોરોના કેસમાં સૌથી પ્રથમ ક્રમાંકે અમદાવાદ છે તો બીજો ક્રમાંક સુરત શહેરનો આવી રહ્યો છે. જોકે સુરત શહેરમાં કોરોના કેસના આંકડાઓ સામે મોતની સંખ્યા ખૂબ જ ઓછી છે. પરંતુ શહેરની શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ સતત કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા બે મહિના પહેલાથી જ શાળા-કોલેજોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પહેલાથી જ ધનવંતરીરથ દ્વારા વિદ્યાર્થીઓનું કોવિડ-૧૯નું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને સુરત મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધતા ધનવંતરીરથમાં પણ વધારો કર્યો છે. શહેરમાં ફક્ત અને ફક્ત એક જ શાળા કોલેજો માટે કુલ ૧૭૪ ધનવંતરીરથ દોડાવવામાં આવી રહ્યા છે.
આરોગ્ય નાયબ કમિશનર સર ડો.આશિષ નાઈક ( સુરત )
છેલ્લા મહિનામાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી ચૂક્યા છે.
આ બાબતે સુરત આરોગ્ય અધિકારી ડો.આશિષ.નાયકએ જણાવ્યુકે સરકારના આદેશ મુજબ હાલ માંજ ધોરણ ૧ થી ૯ સુધી ઑફલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે.અને લઈને છેલ્લા બે દિવસમાં પોઝેટીવ વિદ્યાર્થીઓની સઁખ્યામાં ઘટાડો થયૉ છે.પરંતુ ગતરોજ પણ ૬૫ જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ હતા.સ્વભાવિલ રીતે જયારે ઘરમાં કોઈ વ્યક્તિ પોઝેટીવ હોય તો તેના કારણે પણ વિદ્યાર્થીઓ પોઝેટીવ આવતા હોય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળામાં વિદ્યાર્થી નું ટેસ્ટિંગ કરવામાં આવે તે દરમિયાન વિદ્યાર્થીઓ પોઝિટિવ આવે છે. ત્યારે આપણે શાળા બંધ કરાવતા હોઈએ છીએ. પરંતુ શાળામાં પણ ખાસ કરીને ૨૦૦૭ પહેલા જન્મેલા વિદ્યાર્થીઓનું રસીકરણ ચાલી રહ્યું છે. હાલમાં પણ શહેરમાં ૧ લાખ ૩૦ હાજર જેટલી રસીકરણ ની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે.તથા હાલમાં કુલ ૧૭૪ ધનવંતરીરથ દ્વારા વિદ્યાર્થીઓનું કોવિડ-૧૯નું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તથા ૯ હજાર વ્યક્તિઓને હોમઆઈસોલેટ છે તેઓને સંજીવની રથ દ્વારા તેઓને કોલસેન્ટર મારફતે તેમનું સ્ટેસ્ટ કાળજી લેવામાં આવી રહી છે. આમ જોવા જઈએ તો છેલ્લા મહિનાઓ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે. પરંતુ આ તમામ વિદ્યાર્થીઓને હોમ આઇસોલેટ જ કરવામાં આવ્યા છે.એક પણ વિદ્યાર્થીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો નથી.
0 ટિપ્પણીઓ