Breaking News

3/recent/ticker-posts

સુરતમાં કોરોના વિસ્ફોટ, 2770 નવા કેસ અને બેનાં મોત, વરાછા-કતારગામ નવા કોરોના હોટસ્પોટ બન્યા.

સુરતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. આજે શહેર-જિલ્લામાં 2770 કેસ સામે આવ્યા છે. આ સાથે 2 દર્દીના મોત નીપજ્યા છે. જેની સામે 548 લોકોને રજા અપાઈ હતી. છેલ્લા ઘણા સમયથી કોરોના હોટ સ્પોટ બનેલા અઠવામાં 409 કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ કેસ વરાછા-એ ઝોનમાં 515 , કતારગામમાં 448, રાંદેરમાં 413 નવા કેસ આવ્યા છે. એક સપ્તાહમાં નોંધાયેલા કુલ 7703 કેસમાંથી 49 ટકા કેસ કોન્ટેક્ટ હિસ્ટ્રીમાંથી મળી આવ્યા હતા.જ્યારે 1થી 18 વય જૂથનાં 904 બાળકો સંક્રમિત થયાં હતાં.

coronavirus-active-cases-sixteen-nine-news

કેસમાં વધારો થતાં પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.

સિટીમાં એક જ દિવસમાં કેસમાં 26 ટકાનો વધારો

સુરત શહેરમાં આજે 2505 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે ગતરોજ 1988 પોઝિટિવ કેસ કરતા 26% વધારો જોવા મળ્યો છે. સુરત શહેરમાં તા. 24-4-2021ના રોજ 2321 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે કોવિડ પેન્ડેમીકમાં અત્યાર સુધી સૌથી વધારે નોંધાયેલ હતા તેના કરતા આજ રોજ 184 કેસ વધારે છે. આજરોજ સુરત શહેરમાં કુલ 11923 એક્ટિવ કેસ છે જે કેસો પૈકી મોટા ભાગના કેસો હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. પરંતુ આગામી તહેવારોને ધ્યાને લઈ શહેરીજનો કોવિડ એપ્રોપ્રીએટ બીહેવીયરનું ચુસ્તપણે અમલ કરે એ ખુબ જ જરૂરી બન્યુ છે. સાથે જ વડીલો અને બાળકો મહત્તમ સમય ઘરમાં રહે અને બિનજરૂરી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે એ પણ એટલું જ અગત્યનું છે.


221 દિવસો બાદ સિટીમાં બે મૃત્યુ

35 વર્ષ રહેવાસી ૫નાસગામ કે જે તા.7-1-2022થી સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી તેમજ અન્ય બીમારીઓ માટે દાખલ થયેલ અને તેમનો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનું આજરોજ અવસાન થયું છે. જ્યારે 70 વર્ષ રહેવાસી પાલ કે જેઓ તા.8-1-2022થી ગિરીશગૃપ ઓફ હોસ્પિટલ્સ ખાતે હૃદયરોગના હુમલાની સારવાર માટે દાખલ થયેલ અને સારવાર દરમિયાન કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનું આજરોજ અવસાન થયું છે. સુરત શહેરમાં છેલ્લે તા.1-6-2021ના રોજ બે મૃત્યુ નોંધાયા હતા ત્યારબાદ આજે 221 દિવસો બાદ બે મૃત્યુ નોંધાયા છે.

corona

સુરત કો. ઓ. બેન્કમાં 6 પોઝિટિવ આવતા બંધ કરાવી

આજ રોજ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 2505 કેસો નોંધાયેલા છે. 460 દર્દીઓને રજા આપવામાં આવી છે. આજ રોજ સુરત શહેરમાં આવેલ બેંકોમાં 1055 જેટલા વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરેલ જેમાં કતારગામ ઝોનના અમરોલી વિસ્તારમાં આવેલી સુરત કો. ઓ. બેન્કમાં 6 પોઝિટિવ આવતા બંધ કરાવવામાં આવેલ છે અને અન્ય 4 પોઝિટિવ અલગ અલગ બેંકોમાં મળી આવ્યા છે.


5 સોસાયટીઓ ક્લસ્ટર જાહેર કરવામાં આવી

આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 15 વ્યક્તિઓ ઉધના ઝોન-એના પાંડેસરા વિસ્તારના હરિઓમ નગર (9) અને બામરોલી વિસ્તારના કૈલાશનગર (6) સોસાયટીમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવી છે. 11 વ્યક્તિઓ લિંબાયત ઝોનના ગોડાદરા વિસ્તારના શિવ પાર્ક (6), સંતકૃપા (5) સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવી છે. 9 વ્યક્તિઓ વરાછા ઝોન-બી ઝોનના યોગી ચીક વિસ્તારના વાસ્તુ લક્ઝુરિયામાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવી છે.


78 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા

આજ રોજ કુલ 78 વિદ્યાર્થીઓ પૈકી વીએનએસજીયુ, પીટી સાયન્સ કોલેજ, એસવીએનઆઈટી, સંસ્કાર ભરતી, હિલ્સ હાઈ સ્કૂલ, સ્વામી નારાયણ શાળા, મહેશ્વરી શાળા, જેએચ અંબાણી, સ્વામી નારાયણ શાળા, વનિતા વિશ્રામ શાળા, વીટી ચોક્સી, સંકર ભારતી શાળા, આશાદીપ શાળા, નવસર્જન શાળા, નવયુગ કોલેજ, સેંટ ઝેવિએર્સ શાળા, ભૂલકાં સાગર, એસ પી બી કોલેજ, જે ઝેડ કોલેજ, સરસ્વતી કોલેજ, ધર્મ જીવન શાળા અને અન્ય શાળાઓ તથા કોલેજમાં આવ્યા છે. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે.આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ ૧૦૧૨ જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓની ઈન્ટરનેશનલ (કટાર, જર્મની) ટ્રાવેલ હિસ્ટ્રી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ