Breaking News

3/recent/ticker-posts

સુરતમાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના વય જૂથના વિદ્યાર્થીઓ માટે રસીકરણ રક્ષાકવચ અભિયાન શરૂ.

સુરતમાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના વય જૂથના વિદ્યાર્થીઓ માટે રસીકરણ રક્ષાકવચ અભિયાન શરૂ.


in-the-age-group-of-15-to-18-days-on-the-first-day-in-surat-city

સુરત શહેર-જિલ્લામાં પ્રથમ દિવસે ૧૫ થી ૧૮ વયજૂથના ૪૭૦૭૪ કિશોરોનું રસીકરણ.

આજથી દેશ રાજ્ય અને શહેરોમાં ૧૫ થી ૧૮ વર્ષના વય જૂથના વિદ્યાર્થીઓ માટે રક્ષાકવચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.એટલેકે ૧૫ થી ૧૮ વર્ષના વય જૂથના બાળકોને કોવિડ- ૧૯ની વેક્સિન અપાવામાં આવી રહ્યું છે.તેજ સુરતમાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓને કોવેકશીલ આપવામાં આવી રહ્યું છે.

શહેરમાં પેહલા જ દિવસે ૪૫,૦૦૦ વિદ્યાર્થીઓને રસી અપાવામાં આવશે.

આપણા દેશમાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના વય જૂથના વિદ્યાર્થીઓ માટે રક્ષાકવચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.એટલેકે ૧૫ થી ૧૮ વર્ષના વય જૂથના બાળકોને કોવિડ- ૧૯ની વેક્સિન અપાવાની શરૂઆત કરવામાં આવી છે. તેજ રીતે સુરત પણ આ અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે.આ ખાસ મેગા ડ્રાઈવમાં શહેરમાં પેહલા જ દિવસે ૪૫,૦૦૦ વિદ્યાર્થીઓને રસી અપાવામાં આવશે.શહેરના શાળાઓમાં વિદ્યાર્થીઓને સોસીયલ દિકસન્સ અને અલગથી વર્ગખંડમાં બેસાડવામાં આવતા હતો. ત્યાં કોઈ લાઈબ્રેરી જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નઈ હતી. ત્યાંથી શિક્ષકો વિદ્યાર્થીઓના નામ લખી તેમને ટોકન આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે સુરત મેયર હેમાલીબેન ભોગવાલા અને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની પહોંચ્યા હતા. તેમણે બાળકોનો વેક્સીનેશન માટે ઉત્સાહ વધાર્યો હતો. 

covaxin-doses-to-be-given-to-children-aged-15-18-yrs-today

આજે ૬૨૨ જેટલી શાળાઓમાં વેક્સિનેશન થઇ રહયું છે.

આ બાબતે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા કહેવામાં આવ્યું કે ૧ લાખ ૯૨ હજાર જેટલા વેક્સીનેશન ૧૫ થી ૧૮ વર્ષના વય જૂથના જે બાળકો ૩૧-૧૨-૨૦૦૭ પહેલા જન્મ થયા હોય એ તમામ બાળકોને વેસક્સીનેટેડ કરવામાં આવશે. અને એના માટે આજથી પાંચ દિવસ સુધી આ કામ પૂર્ણ કરવામાં આવશે. દરરોજ લગભગ ૪૦ થી ૪૫ હજાર બાળકોનું વેક્સિનેશન કરવામાં આવશે. આજે ૬૨૨ જેટલી શાળાઓમાં વેક્સિનેશન થઇ રહયું છે.તથા બીજા નવ કેન્દ્રોમાં વેક્સિનેશન થઈ રહ્યું છે. અને તમામ વેક્સીનેશન સેન્ટર ઉપર તમામ પ્રકારની તકેદારીઓ સાથે વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે.

બાળકોના જનજાગૃતિ માટે આપણે એક સુરક્ષા કવચ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે.

વધુમાં કહ્યુકે બાળકોના જનજાગૃતિ માટે આપણે એક સુરક્ષા કવચ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. સુરક્ષા કવચ અભિયાન અંતર્ગત તમામ જે બાળકો છે એ કોવિડનું પાલન કરે વેન્ટિલેન્ટ સંપૂર્ણપણે શાળામાં થાય એના સાથે સાથે બાળકોના કેન્ટીનમાં ભેગા થઈને ના જમે એ પ્રકારનું સુરક્ષા કવચ અભિયાન અને તમામ બાળકો ૧૫ થી ૧૮ વર્ષના જૂથના વેક્સીનેટેડ થાય એના માટે સુરક્ષા કવચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

covaxin-doses-to-be-given-to-children-aged-15-18


સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોવીડ-૧૯ રસીકરણ અભિયાન અંતર્ગત આજે પ્રથમ દિને થી ૧૫ થી ૧૮ વર્ષ વય જૂથના બાળકોનું રસીકરણ સુમન શાળા નં.૦૬, વિજ્યાનગર, ઉધના ખાતે મેયરશ્રીમતિ હેમાલીબેન બોધાવાલા તથા કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિવેક પટેલ, પાલિકાના શાસકપક્ષના દંડકશ્રી, ઉધના ઝોનના મ્યુ.સદસ્યશ્રીઓ તેમજ સુરત મહાનગરપાલિકાનાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા. અંદાજીત ૧૧૫ જેટલી શાળાઓમાં અને ૦૯ જેટલા અન્ય રસીકરણ કેન્દ્રો મળી કુલ ૧૨૪ સેન્ટરો પર ૧૫ થી ૧૮ વર્ષ વય જૂથના કુલ ૨૬૧૨૪ કિશોરોનું રસીકરણ કરીને સુરક્ષિત કરવામાં આવ્યા હતા. સૌથી વધુ નોર્થ ઝોન(કતારગામ)માં ૫૬૮૯ કિશોરો, ઈસ્ટ ઝોન બી-સરથાણામાં ૨૯૮૬, સાઉથ ઈસ્ટ ઝોન લિબાયતમાં ૩૯૨૯, વેસ્ટ (રાંદેર)ઝોનમાં ૩૫૩૭, સાઉથ(ઉધના) ઝોનમાં ૩૦૩૯, સાઉથ વેસ્ટ ઝોન(અઠવા)માં ૩૪૧૩ તથા સેન્ટ્રલ ઝોનમાં ૬૪૨ કિશોરોને રસીકરણ કરાયું હતું. 

         સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૪૬ ટીમો દ્વારા કુલ ૨૦૯૫૦ કિશોરોનું રસીકરણ કરાયું હતું. જેમાં ચોર્યાસીમાં ૧૪૬૮, કામરેજમાં ૨૬૬૭, પલસાણામાં ૩૨૫૦, ઓલપાડમાં ૩૦૫૮, બારડોલીમાં ૨૩૪૯, માંડવીમાં ૨૪૨૯, માંગરોળમાં ૨૧૫૪, મહુવામાં ૨૫૩૪ અને ઉમરપાડા તાલુકામાં ૧૦૪૧ કિશોરો મળી કુલ ૨૦૯૫૦ જેટલા કિશોરોને પોતાની શાળામાં, ગામના પ્રાથમિક અથવા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણ કરાયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ