સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યું.
'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' આપવામાં આવ્યો
સુરતની શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરનાર, રબર ગર્લના નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યું છે.
'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' આપવામાં આવ્યો.
સુરતની શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરનાર, રબર ગર્લના નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યું છે.આ દીકરી જેઓ અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગી યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી છે.એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે.
અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગીને યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી છે.
અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અન્વી ધીમી શીખનાર- સ્લો લર્નિંગ બાળા છે. તે જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. ૨૧ ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે, જેના લીધે સ્ટૂલ પાસ કરવામાં (મળ ત્યાગ) સમસ્યા રહે છે. તે ૭૫ % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. આવી અનેક સમસ્યાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ ૪૨ યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં ૫૧ જેટલા મેડલો મેળવ્યા છે. અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે.
અન્વીની ઈચ્છા છેકે મારે નામો દાદા સાથે સ્ટેજ ઉપર સૂર્યનમસ્કાર યોગ કરવું છે.
આ બાબતે અન્વીનાં પિતા વિજય ઝાંઝરૂકિયાએ જણાવ્યુકે આ આખા પરિવાર અને સમગ્ર ગુજરાત માટે એક સારી ઘટના છે. કે આટલી નાની ઉંમરે તમારા બાળકની સરકારે નોંધ લીધી અને આજે મારી દીકરીને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' આપવામાં આવ્યો એની આખો પરિવાર ખુબ ગર્વ અનુભવ કરે છે.અને જયારે થીજ અન્વી જન્મી ત્યારે ઘણી બધી સમસ્યાઓ સાથે તેનો જન્મ થયો હતો. અમે આખા પરિવારે નક્કી કર્યું હતું કે આને સક્ષમ બનાવીશું. ત્યારબાદ અમે અન્વી માં રહેલી તમામ ખૂબીઓ જોતા રહ્યા અન્ય રહેલી શક્તિઓ શોધતા રહ્યા. અને એક દિવસ રાત્રે અન્ય સૂતી હતી ત્યારે તેની માતાએ જોયું કે એ પોતાના શરીર ને આખા મારોડીને સુવે છે ત્યારે માતાને વિચાર આવ્યો કે અનવી ને આપણે યોગમાં નાખીએ અને અમે સંસ્કાર કુંજ વિદ્યાલય નાલથાણ ત્યાં પરેશભાઈ પટેલ એમના સહયોગથી અનવીને યોગની દિશામાં આગળ લઈને ગયા. ત્યારબાદ ઈશ્વર અને પરિવારના મદદથી અન્વયે પોતાના મહેનતથી ફક્ત ત્રણ મહિનામાં જે નોર્મલ બાળકો છે જેઓ સાત થી આઠ મહિનામાં યોગમાં સિદ્ધિ હાસિલ કરે છે.તે સિદ્ધિ અન્વયે ફક્ત ત્રણ મહિનામાં જ હાસિલ કરી છે.તેની માટે એક સરસ મજાની ફાઈલ બનાવીને અમે મઁત્રાલય સમક્ષ રજૂ કરીને અમને ત્રણ દિવસ પેહલા અમને ત્યાંથી ફોન આવ્યોકે તમારી ફાઈલ અમે જોઈ છે. અને તમને આ વખતના 2022નાં માટે સિલેક્શન કરવામાં આવ્યું છે.અન્વીની ઈછા છેકે મારે નામો દાદા સાથે સ્ટેજ ઉપર સૂર્યનમસ્કાર યોગ કરવું છે.
0 ટિપ્પણીઓ