સુરત શહેરના સચીન GIDC વિસ્તારમાં ત્રણ સંતાનોની માતા ૨૫ વર્ષીય મહિલાએ કોઈ અગમય કારણોસર પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. આ બાબતે સચિન GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
25 વર્ષીય મહિલાએ કર્યો આપઘાત.
સુરત શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ.
તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય સંજના પ્રમોદ શાહ જેમણે ગતરોજ પોતાના ઘરમાં જ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. જેમને પાડોસીઓએ તાત્કાલિક ૧૦૮ માં સિવિલ હોસ્પિટલ લાવતા ટ્રોમાં સેન્ટરના ફરજ પરના ડો. નિશા ચંદ્રાએ તપાસ કરતાં મૃત જાહેર કર્યો હતો. જોકે આ બાબતે સચીન જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત કરતા પેહલા નાના છોકરા વિશે નઈ વિચાર્યું કે તેનું શું થશે એમ.
આ બાબતે મૃતક સંજના ના પતિએ જણાવ્યુકે મને સાંજે ફોને આવ્યો કે આ રીતે સંજનાએ કર્યું છે. તેને હોસ્પિટલ લઈને ગયા છે. એટલે મને સૌથી પેહલા તો મારાં ૧૦ મહિનાનો છોકરાનો વિચારો આવ્યો એમ કારણકે અમારે ત્રણ સંતાનો છે. એમાં પાંચ વર્ષની એક છોકરી,બીજો છોકરો અઢી વર્ષનો છે અને સૌથી નાનો જે હાલ ૧૦ મહિનાનો છે.એટલે હું તરત હોસ્પિટલ પોહ્ચ્યો એટલે મને ખબર પડીકે મારી પત્ની ડેથ થઇ ગઈ છે. હું તો વર્ષો થી જ સુરતમાં રહું છું પણ મારી પત્ની બે વર્ષ પેહલા જ અમારા મૂળ વતન બિહારના મતિહારી જિલ્લામાં આવેલ રાજપૂરા આઝાદ નગરથી સુરત આવી હતી. હું ઓટો રીક્ષા ચાલવીને ઘરનું ગુજરાન ચાલવું છું. મારી પત્નીએ આ પેહલા પણ તેણે આત્મ હત્યાની કોસીસ કરી હતી. અવે અમારું પરિવારમાં કોઈ પ્રકારનું ઝઘડો પણ નથી. મને ખબર નથી પડતી મારું દિમાગ બંધ થઇ ગયું છે. કેમકે મારી પત્નીએ આવું કર્યું અને હવે મારો નાનો છોકરો જે હાલ વખત ૧૦ મહિનાનો છે.મને એ સમજ નથી પડતીકે તેણે આપઘાત કરતા પેહલા નાના છોકરા વિશે નઈ વિચાર્યું કે તેનું શું થશે એમ.
૧૦ મહિનાનું છોકરું મારી પાસે રહેતું નથી. જેમ તેમ કરીને હું એને સાચવું છું.
આ બાબતે મૃતકની માતા અનિતાબેનએ જણાવ્યુકે મારી છોકરીએ શાં માટે આવું કર્યું મને કઈ જ ખબર નથી. હાલ હું એના બે સંતાનોને ઘરે જ મૂકીને એના દસ મહિના ના છોકરા ને લઈને સિવિલ હોસ્પિટલ આવી છું. આ ૧૦ મહિનાનું છોકરું મારી પાસે રહેતું નથી. જેમ તેમ કરીને હું એને સાચવું છું. મને કઈ જ ખબર નથી પડતી.મારે પણ તેનું મોઢું જોવું છે.
0 ટિપ્પણીઓ