Breaking News

3/recent/ticker-posts

સુરતમાં કોરોનાએ માંડવો બાંધતાં 200 લગ્ન રદ અને 250 થી વધુ મોકૂફ.

14 જાન્યુઆરી બાદ કમૂર્તા પુરા થતાં 3 હજારથી વધારે લગ્નોનું આયોજન હતું , ઇવેન્ટ મેનેજમેન્ટને સોંપેલા 150 થી વધુ મોટા લગ્નો મોકૂફ રાખવામાં આવ્યા.

original-indian-wedding

સુરતમાં કોરોનાએ માંડવો બાંધતાં 200 લગ્ન રદ.

લગ્ન : 10થી વધારે ડેસ્ટિનેશન વેડિંગ રદ્દ થયા
14 જાન્યુઆરી પછી ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યુ હતું. સુરતના 10થી વધારે ડેસ્ટિનેશન વેડિંગો પણ કેન્સલ થઈ ગયા છે. મોટા લગ્નોમાં 3થી 4 દિવસ સુધી અલગ અલગ ઈવેન્ટનું આયોજન હોય છે અને ધામધૂમથી લગ્નો થતાં હોય છે. 50 મોટા લગ્નો સુરતમાં કેન્સલ થયા છે.

કેટરર્સ : 60થી વધારે લોકોએ લગ્નનું આયોજન નાનુ કર્યું
કેટરર્સ એસોિસએશનના ઉપ પ્રમુખ રાજેશ અજમેરા કહે છે કે, ‘કોરોનાના કેસો વધી રહ્યાં જેને લઈને લોકોમાં અવઢવ છે કે, લગ્નો કરવા કે પછી તેને મૂલત્વી કરી દેવા. મારા ધ્યાનમાં 60 લગ્નો એવા છે કે, 400 લોકોમાંથી માત્ર 50થી 60 લોકોની હાજરી સાથે લગ્નોનું આયોજન કર્યું છે.

ઈવેન્ટ મેનેજમેન્ટ : કંપનીઓ પાસે 100 લગ્નો કેન્સલ થયા
ઈવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ નિરવ ચાહવાલા કહે છે કે, ‘કોરોના આવતા શહેરમાં લગ્નો કેન્સલ અથવા તો સ્થગિત થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લાં ત્રણ દિવસમાં ઈવેન્ટ કંપનીઓ પાસે મળીને કુલ 100 જેટલાં લગ્નો રદ થઈ ગયા છે. 150થી વધારે લગ્નો મૂલત્વી થયા છે.

બેન્કવેટ, પાર્ટી પ્લોટ : છેલ્લાં 3 દિવસથી કેન્સલેશન વધ્યું
હોટલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ સનત રેલિયા કહે છે કે, ‘કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેને કારણે અમુક લગ્નો કેન્સલ થઈ રહ્યાં છે તો કેટલાંક લગ્નો મૌકૂફ થઈ રહ્યા છે. છેલ્લાં 3-4 દિવસથી લોકો બેન્કવેટ હોલ અને કેટરિંગ સહિતની બુકિંગો કેન્સલ કરાવી રહ્યા છે.

marriage-Images


ગોર મહારાજ : લોકો ગભરાઈ રહ્યાં હોવાથી કેન્સલ કરે છે
ચલથાણના ગોર મહારાજ મયુર પાઠક કહે છે કે, ‘કોરોનાને કારણે લોકો ગભરાઈ રહ્યાં છે. મારી પાસે જે લગ્નો વિધિના ઓર્ડર હતાં તેમાંથી 3 લગ્ન કેન્સલ થયા છે. જ્યારે બાકીના લગ્નોમાં મહેમાનો ઓછા કરી નાંખ્યા છે. અમુક લોકો નવા લગ્ન મૂર્હતો પણ જોવા માટે આવે છે.

હવે શું ? : લગ્નો માટે બુકિંગ કરાવનારને આ ઓફર અપાઇ
હોટલો, ડી.જે, બગી, બેન્કવેટ હોલ, અને ફોટોગ્રાફરો દ્વારા અત્યારે લગ્ન માટે બુક કરાવનાર ઓફરો અપાઈ રહી છે. લગ્ન પોસ્ટપોન થાય તો તેમની ડિપોઝિટ ડૂલ થતી નથી, પરંતુ જ્યારે ફરી લગ્નની તારીખ આવે ત્યારે ઓર્ડર તેમને જ આપવાનો એવી શરત મુકે છે.

ટહુકો : લગ્નો તો ધામધૂમથી જ કરવા છે, ઘોડીએ બેસીને મંડપમાં જવું છે, ડીજેના તાલે નાચવું છે. થોડા દિવસ બાદ કોરોના કેસ ઓછા થશે એટલે તમને ફરીથી ચોક્કસ આમંત્રણ આપીશું, પણ આશા રાખીએ કે તમે ફુલ્લી વેક્સિનેટેડ થઈને લગ્નમાં આવશો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ