એક્ટિવ કેસ 6000ને પાર કરી 6376 નોંધાયા આવતીકાલથી બુસ્ટર ડોઝ આપવામાં આવશ.
હોમ આઈસોલેશનમાં ખસેડાયા
સુરત બી ડિવિઝનના આસીપી અભિજીત સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હોમ આઈસોલેશનમાં ખસેડાયા છે. થોડા દિવસ અગાઉ જીસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓને કોરોના થયો હતો. ઉચ્ચ અધિકારીઓમાં કોરોના ફરી માથું ઉચકાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.
ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે ગત રોજ શહેરમાં 1796 કેસ નોધાયા છે. જેમાંથી 70 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. પોલીસ બેડામાં ફેલાયેલું સંક્રમણ આગળ વધી રહ્યું છે. એસીપી અભિજીત સિંહ પણ સંક્રમિત થયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 6 હજારને પાર કરી 6376 પર પહોંચી ગઈ છે. સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે. 40 ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર અને વરાછા-એ ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. કેસ વધતા શહેરના 453 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સમાવાયા છે. હાલ ચાલી રહેલા ટેસ્ટિંગમાં દર 100 ટેસ્ટે 8 લોકો પોઝિટિવ આવી રહ્યા છે. સુરત સિટીમાં કરાયેલા 19 હજાર ટેસ્ટમાંથી 1796 કેસ પોઝિટિવ આવ્યા હતા.
ઓમિક્રોનનો એકપણ કેસ નહીં
ગત રોજ શહેરમાં નવા 1578 અને જિલ્લામાં 83 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,51,255 થઈ ગઈ છે. એકેય કોરોના દર્દીનું મોત નિપજ્યું નથી. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2119 થયો છે. શહેરમાંથી 323 અને જિલ્લામાંથી 03 કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142759 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 6376 નોંધાઈ છે. સદનસીબે શહેરમાં શનિવારે ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો ન હતો.
સોસાયટીઓમાં કેસ નોંધાતા ક્લસ્ટર જાહેર કરવામાં આવી રહી છે.
ડોક્ટર,નર્સ,પ્રિન્સિપાલ, પ્રોફેસર, વિદ્યાર્થીઓ સંક્રમિત
શનિવારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 અને ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 લોકો પોઝિટિવ આવ્યા હતા.78 સ્ટુડન્ટ પણ શનિવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા.પોઝિટિવ લોકો માંથી 425 લોકો ફુલ્લિ વેકસીનેટેડ છે. 8 લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. 85 લોકો રસી માટે એલિજીબલ ન હતા જ્યારે 2 લોકોએ વેકસિન લીધી જ નથી.શનિવારે ડોક્ટર,નર્સ,પ્રિન્સિપાલ, પ્રોફેસર, વિદ્યાર્થીઓ,બેન્ક કર્મચારીઓ,દલાલ, કપડાની દુકાનમાં કામ કરનાર,કાપડ માર્કેટ સાથે સંકળાયેલા,ડાયમંડ માર્કેટ સાથે સંકળાયેલા,અને એમ્બ્રોડરી કામકાજ સાથે સંકળાયેલા સહિત અનેક પોઝિટિવ આવ્યા હતા.
બે પરિવારના 13 સભ્યો કોરોના સંક્રમિત
મુગલીસરા વિસ્તારના રાહત એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આવી જ રીતે વરાછા બી ઝોનમાં આવેલી નાના વરાછાની મનસુખ નગર સોસાયટીમાં પણ 8 કેસ નોંધાયા હતા. ઉધના ઝોનના પાંડેસરા વિસ્તારમાં હરિઓમ નગરમાં એક જ પરિવારના 7 લોકો પોઝિટિવ આવ્યા હતા. તમામ સ્થળોને ક્લસ્ટર કરી દેવામાં આવ્યા હતા.
0 ટિપ્પણીઓ