Breaking News

3/recent/ticker-posts

કાલથી કોરોના પ્રિકોર્શન ડોઝની શરૂઆત, કોરોના વોરિયર અને આ લોકો મેળવી શકશે બુસ્ટર ડોઝ.

ગુજરાતમાં કોરોનાનું રસીકરણ શક્ય તેટલી ઝડપથી ચાલી રહ્યું છે. તો બીજી તરફ ઓમિક્રોનના આતંકના પગલે આંકડાઓ પણ બેકાબુ બની રહ્યા છે.

Corona-precaution-dose-covid-19

કાલથી કોરોના પ્રિકોર્શન ડોઝની શરૂઆત.

ગુજરાતમાં કોરોનાનું રસીકરણ શક્ય તેટલી ઝડપથી ચાલી રહ્યું છે. તો બીજી તરફ ઓમિક્રોનના આતંકના પગલે આંકડાઓ પણ બેકાબુ બની રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાંથી કોરોનાના કેસ આવી રહ્યા છે. તેવામાં કોરોના દર્દીઓનાં સારવાર લઇ રહ્યા હોય તેવા દર્દીઓની સારવામાં રહેલા સ્ટાફને હવે પ્રિકોશન ડોઝ (બુસ્ટર ડોઝ) આપવામાં આવે તેવી કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકારે તેના અમલ માટેની ગાઇડલાઇન બહાર પાડી છે. 

આવતીકાલથી દેશભરમાં કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવશે. 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા કો - મોરબીટ એવા તમામ લોકોને અપાશે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. જેમાં સૌપ્રથમ ફ્રન્ટલાઇન વર્કર અને કોરોના વોરિયરને ડોઝ આપવામાં આવશે. ત્યાર બાદ કોમોર્બિટ લોકોને પણ રસી આપવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. 

10 એપ્રિલ પહેલા જેમણે કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો એ તમામ કાલથી પ્રિકોશન ડોઝ મેળવી શકશે. ભવિષ્યમાં કોરોનાના કેસો વધે અને હેલ્થ વર્કર્સ સુરક્ષિત રહીને દર્દીઓને સારવાર આપી શકે તેમજ તેમની ઇમ્યુનિટી જળવાઈ રહે એ હેતુથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ લીધાના 9 મહિના વીત્યા બાદ તમામ ફ્રન્ટ લાઈન વોરિયર્સ અને 60 વર્ષ કરતા વધુ ઉંમરના કો-મોરબીટ લોકો પ્રિકોશન ડોઝ માટે લાયક ગણાશે. 60 વર્ષથી વધુ ઉંમરના કો - મોરબીટ દર્દીઓ એ પ્રિકોશન ડોઝ લેવા માટે સુનિશ્ચિત પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 10 એપ્રિલ પહેલા બંને ડોઝ લેનાર તમામ ફ્રન્ટ લાઈન વોરિયર્સને પ્રિકોશન વેકસીન આપવામાં આવશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ