રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. જ્યારે અસરગ્રસ્તોને વ્યક્તિ દીઠ 50 હજારની સહાય કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી.
સુરતમાં સચિન GIDCમાં ગેસ લીક દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. જ્યારે અસરગ્રસ્તોને વ્યક્તિ દીઠ 50 હજારની સહાય કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. સુરતમાં ગેસલીક દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 22 લોકોને ઇજા ગ્રસ્ત થયા છે.
સુરતની ગેસ લીકેજ દુર્ઘટનામાં સરકારની સહાય.
મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય
ઈજાગ્રસ્ત પ્રત્યેકને 50 હજારની અપાશે સહાય
GIDCનો નિર્ણય
ગુરૂવારે સચિન GIDCમાં 6 લોકોના મોત થયા બાદ હવે રાત્રે 8 થી સવારે 7 સુધી એક પણ ટેન્કરોને પ્રવેશ આપવામાં નહી આવે તેવો મહત્વનો નિર્ણય સચિન GIDCના વહીવટીકર્તાઓ દ્વારા લેવામાં આવ્યું છે. સુરતના સચિન GIDCમાં કાર્યરત ડાઈગ, કેમિકલ સહિત એસોશિએશનમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
0 ટિપ્પણીઓ