સુરત શહેરના નવી સિવિલ હોસ્પિટલ ખાતે બે દિવસ અગાઉ સચીન જીઆઇડીસી ખાતે ગેસ લીક થવાને કારણે 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલની મુલાકતે.
સુરત શહેરના નવી સિવિલ હોસ્પિટલ ખાતે બે દિવસ અગાઉ સચીન જીઆઇડીસી ખાતે ગેસ લીક થવાને કારણે 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે ઉપરાંત ૨૭ જેટલા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા તે તમામ દર્દીઓ જોડે રાજ્યગુરુ મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી.ત્યાર બાદ તમને સચિન GIDC ગેસ લીકેજના આ ઘટના મામલે કહ્યુકે સુરત પોલીસ આ મામલે 360 ડિગ્રીથી કામ કરી રહી છે.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલની મુલાકતે.
રાજ્યગુરુ મંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સચીન જીઆઇડીસી ગેસ લીકેજ ના કારણે અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે હોસ્પિટલના તમામ ડોક્ટરો તથા શહેર પોલીસનો કાફલો પહોંચ્યો હતો. તેમણે તમામ અસરગ્રસ્ત દર્દીઓને ન્યાય મળે તેઓ વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે ૩૭ જેટલી ટ્રાઈસાઇકલ અને વહીલચેર જરૂરિયાત મંદ લોકો ને આપી હતી.
સુરત પોલીસ દ્વારા આ બાબતને લઈને ખૂબ જ ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવી રહી છે.
સચિનમાં જે રીતે ગેસ લીકેજ ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા છે. પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીના હિસાબે ઝડપથી બીજા જે કોઈ ત્યાં પીડિત હતા. ગેસના કારણે તેઓનો શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેવા લોકોને સુરત પોલીસે ઝડપથી એ લોકો સિવિલ હોસ્પિટલમાં પોંહચડવાની કામગીરી કરી છે.અને બીજા સુખ ના સમાચાર એ છેકે જે લોકો વેન્ટિલેટર પર હતા તે લોકોને હવે કે તમામ દર્દીઓ વેન્ટિલેટર માંથી હવે મુક્ત થયા છે.અને અમને વિશ્વાસ છે. એ તમામ લોકો ઝડપથી સાજા થઈને પોતાના ઘરે પરત ફરશે. આ તમામ લોકોને બચવા માટે રાજ્ય સરકાર તરફથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. કમનસીબે 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને આ ઘટનામાં જે લોકો સામેલ હતા તેમાં ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે.બીજા અનેક લોકોની ધરપકડ આજે અને કાલે થશે જ. હું રાજ્યની સૌ જનતાને અને ખાસ કરીને જે કોઈ પીડિત લોકો છે. જેમણે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. એ તમામ લોકોને વિશ્વાસ અપાવું છું કે સુરત પોલીસ દ્વારા આ બાબતને લઈને ખૂબ જ ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવી રહી છે. આમાં સામેલ તમામ લોકોને પકડવામાં આવશે. અને ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો આમાં દાખલ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આમાં સામેલ જે કોઈ બ્રોકરો છે. કે પછી જે કોઈ ટેન્કરની કંપનીઓ છે.અને જેને આ માલ આપ્યો છે. તે તમામ લોકો જે આ કૃત્યમાં પોતાનો ભાગ ભજવ્યો છે. એ તમામ લોકો ઉપર એકદમથી કડક પગલાં ભરવામાં આવશે. અને ઝડપથી તમામ લોકોને ન્યાય આપવાની કામગીરી સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે.આપ સૌ લોકોએ સ્થાનિક પોલીસની કામગીરી નજરે જોઈ છે. વિરોધ પક્ષના નેતાએ જે મુદ્દા ઉપર વાત કરી છે કે મુદ્દા ઉપર હું પોઝિટિવ રીતે તપાસ કરીશ. પરંતુ મને દુઃખ છે કે અનેક લોકોની જે મા થઈ હોય એની ઉપર કોઈ રાજકીય વાત ક્યારે કરવી જોઈએ નહીં. આપણે સૌ લોકોએ સુરત પોલીસના એક એક અધિકારીઓને ઘટનાસ્થળ પર કામગીરી કરતા લાઈવ નિહાળ્યા છે. એક જીવ પોતાના માં-બાપ માટે પુત્ર-પુત્રી એ લાગણી થી જોડાયેલો વિષય છે. આ પ્રકારનું રાજકીય ગુજરાતમાં હાલ કી પ્રકારનું ક્યારેક આપણે જોયું નથી. અને આ વિષયને આપણે રાજકારણ જોડે જવું ના જોઈએ. પરંતુ આ લોકોને ન્યાય આપવા માટે અમારી ક્યાં પણ ચૂક થતી હોય તો અમને તમે અડધી રાતે પણ જાણકારી આપી શકો છો. અમે મજબૂતાઈથી આમાં કામ કરવા માંગીએ છીએ. મૃતકોના પરિવાર માટે સહાય માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અને સો ટકા તેના ઉપર વિચાર કરવામાં આવશે જ.
આ ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ.
આ ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ.
વધુમાં કહ્યુકે સંપૂર્ણ રીતે Covid નો કાયદો તમામ લોકો માટે એક સરખો છે. આજે મારા જન્મદિવસ નિમિત્તે હજારો લોકોને નોકરી આપવાની જોબ ફેરનું આયોજન કર્યું હતું. પરંતુ જ્યારે રાજ્યના નાગરિક માટે આ નિયમ આપણે જાહેર કર્યો ત્યારે તે તમામ કાર્યક્રમો અમે પણ રદ કર્યા છે. અને તમામ લોકો ગોવિંદા નિયમના કાયદામાં રહીને જ કાર્યક્રમો કરતા હોય છે. 400 લોકો નો કાર્યક્રમ સામાન્ય લોકોને હોય કાંતો પછી ભાઈ રાજકીય રીતે હોય એ તમામ લોકો જાહેરમાં 400 લોકો સાથે કાર્યક્રમ કરી શકે છે.એ પ્રકાર નો નિયમ છે. આ નિયમનું કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન થયું હશે તો તો તમામ લોકો ઉપર ગુજરાત પોલીસની નજર છે. ગુજરાત પોલીસ ગુજરાતના નાગરીક માટે જે કોઈ પગલાં લેવાના છે તે લેતી હોય છે.
તમામ લોકોએ પોતે પહેલા એફ આઈ આર વાંચવી જોઈએ. તમે જે પ્રકારે કામગીરી કરી રહ્યા છીએ. એ તમારે પહેલા જોવું જોઈએ. કારણ કે અમે આ બાબતમાં ખાસ કરીને આ કેસમાં એક દાખલો બેસાડવા માંગીએ છીએ.કેજે લોકો મુંબઈની અંદર કેમિકલ માફિયા ની કામગીરી કરી રહ્યા છે. તેને ગુજરાતની ધરતી પર આવા કામ કરવાની કોઈ જગ્યા ન મળે એ એ પ્રકારની વ્યવસ્થા અમે કરવા માંગીએ છીએ. આ બાબતે સુરત પોલીસ કમિશનર અને જોઈન્ટ સીપી અને હું પોતે પણ આ કામગીરી કરી રહ્યા છીએ. મુંબઈની આ કંપની જેમને બે નંબરમાં કામ કરવું. ત્યાંના પોલ્યુસન બોર્ડનું ખોટું સર્ટીફીકેટ અને ક્યાંકને ક્યાંક ત્યાં પણ આ પ્રકારનો બે નંબરના ધંધો ચાલતો હતો. તેના કારણે આજે ગુજરાતની અંદર આજે છ લોકોએ પોતાના જીવ ગુમાવા પડ્યા છે. મુંબઈ ની અંદર હોય કે પછી આ દેશના કોઈપણ ખૂણામાં હોય અમે એક પણ આરોપીઓને છોડશો નહીં. અને ગુજરાત પોલીસ આ બાબતે ખૂબ જ મક્કમ છે. આ ઘટનામાં તમામ પ્રકારની તપાસ અમે કરી રહ્યા છીએ.તમને જણાવ્યું તે પ્રમાણે અમે આ ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ. તમે અમને કોઇ પણ ફરિયાદ કરીશો અમે એને પોઝેટીવ લઈને તપાસ કરીશું.
0 ટિપ્પણીઓ