મેનેજમેન્ટના 'મહાવીર' હનુમાનજીના આ પ્રસંગો તમને શીખવે છે બિઝનેસ મેનેજમેન્ટના પાઠ,લખનઉની કોલેજના ચેરમેનપદ પર જ બજરંગ બિરાજમાન છે !
તમે મોટો બિઝનેસ ચલાવો છો ? તમે સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી છે ? તમારા બિઝનેસમાં સરખું મેનેજમેન્ટ નથી ? તો શું કરી શકાય ? બિઝનેસના મોટિવેશન માટે યુટ્યૂબમાં ઢગલાબંધ લેક્ચર મળી જાય પણ બિઝનેસમાં મેનેજમેન્ટનો અભાવ જણાતો હોય તો હનુમાનજીને અનુસરો. હનુમાનજીએ કરેલું આચરણ તમારા જીવનમાં ઉતારો. આમ જુઓ તો હનુમાનજી દુનિયાના પહેલા મેનેજમેન્ટ ગુરુ છે.
હનુમાનના એક-એક પ્રસંગ મેનેજમેન્ટ શીખવે છે. તેમનામાં રામ પ્રત્યે સમર્પણ ભાવ હતો, જે ડેડિકેશન શીખવે છે. હનુમાનજીએ જરૂર પડી ત્યાં બળનો ઉપયોગ કર્યો, જરૂર પડી ત્યાં બુદ્ધિનો ઉપયોગ કર્યો. કોઈપણ કંપનીમાં મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે દરેક કામમાં બેલેન્સ હોવું જોઈએ. દરેક કામ બળથી થાય નહીં, બુદ્ધિપૂર્વક કામ પણ થઈ શકે. તમે તમારું કામ કરો છો તો સાહસ પહેલા હોવું જોઈએ. દરિયો ઓળંગીને લંકા જવાનું સાહસ હનુમાનજીએ કર્યું હતું. સાહસ કરો તો વિઘ્ન આવવાના જ છે.
હનુમાનજીને પણ દરિયામાં રાક્ષસરૂપી વિઘ્નો આવ્યા હતા, પણ તેમણે એ પાર કર્યા અને જે કામ પાર પાડવાનું હતું એ પાડ્યું. યાદ રાખો, સાહસ સાથે હિંમત જોડાયેલી છે, માટે સાહસ કરો ત્યારે ડેરિંગ હોવું જ જોઈએ. હનુમાનજી સાથે સંકળાયેલા આવા ઘણા પ્રસંગ છે, જે આપણને મેનેજમેન્ટના પાઠ શીખવે છે. લખનઉની સરદાર ભગત સિંહ કોલેજમાં તો પ્રતીકાત્મક ચેરમેન તરીકે હનુમાનજી છે. જ્યારે ટ્રસ્ટીઓની મીટિંગ મળે ત્યારે કોન્ફરન્સ રૂમમાં ચેરમેનની ખુરશી ખાલી રાખવામાં આવે છે ! હનુમાનજીના કયા પ્રસંગોમાંથી મેનેજમેન્ટના પાઠ શીખી શકાય.
0 ટિપ્પણીઓ