Breaking News

3/recent/ticker-posts

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની ઉંમરે નિધન, જીમમાં કસરત કરતા આવ્યો હતો હાર્ટ એટેક.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની એક હોટલમાં જીમ કરતી વખતે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. આ પછી તેના ટ્રેનરે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.

raju-srivastav


પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ નું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. હાર્ટ એટેક આવતાં તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 ઓગસ્ટે AIIMSમાં દાખલ થયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો.રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 41 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી વેન્ટિલેટર પર હોવા છતાં, પરિવાર અને ડોકટરોને આશા હતી કે, તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ તે હવે આપણી વચ્ચે નથી.તબીબોની ટીમ તેમની તબિયત સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી હતી.


ત્રણવાર એન્જિયોપ્લાસ્ટી

રાજુની 10 વર્ષમાં ત્રણ વાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિચલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ત્યારબાદ 10 ઓગસ્ટે ત્રીજીવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.


ડૉક્ટરે શું કહ્યું હતું?

હોસ્પિટલના ડૉક્ટરે પરિવારને કહ્યું હતું કે રાજુ ભલે પ્રતિક્રિયા ના આપે, પરંતુ તે આસપાસનો અવાજ સાંભળે છે. જો તેમની કોઈ પ્રિય વાત કે અવાજ તે સાંભળશે તો મગજ વધુ સક્રિય થશે. રિકવરીમાં સરળતા રહેશે.


પરિવારને તરત જ ખ્યાલ આવ્યો કે રાજુ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનને આદર્શ માને છે અને તેમનો અવાજ ગમે છે. પરિવારે બિગ બીની ઓફિસમાં ફોન કરીને રાજુની તબિયત અંગે માહિતી આપી હતી. બિગ બીની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે અમિતાભ રાજુને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી તેમણે ફોન પર મેસેજ મોકલ્યા છે. પરિવારે ફોન જોયો તો અમિતાભના 10 મેસેજ વાંચ્યા વગરના હતા. પરિવારે પછી બિગ બીને વિનંતી કરી કે તે આ જ મેસેજ ઑડિયોમાં મોકલે, જેથી રાજુને સંભળાવી શકાય.


જીમમાં વર્કઆઉટ દરમિયાન બીમાર પડ્યા હતા રાજુ શ્રીવાસ્તવ

તમને જણાવી દઈએ કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવની તબિયત લથડી હતી. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેનું નિધન થયું છે.58 વર્ષના રાજુ શ્રીવાસ્તવ 80ના દાયકાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ હતા. વર્ષ 2005માં સ્ટેન્ડ-અપ રિયાલિટી કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનમાં ભાગ લીધા પછી લોકો તેને જાણવા લાગ્યા હતા. રાજુ શ્રીવાસ્તવે મૈંને પ્યાર કિયા, બાઝીગર અને આમદાની અથની ખર્ચા રૂપૈયા સહિત ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતુ.


વર્કઆઉટ કરતી વખતે કોમેડિયન અચાનક ઢળી પડ્યા હતા. કાર્ડિયક અરેસ્ટ થયા બાદ રાજૂ શ્રીવાસ્તવના મગજ પર પણ અસર થઈ, જેના કારણે તેમનું બ્રેન ડેમેજ થઈ ગયું.જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક લોકો ભીની આંખે રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.રાજુની કોમેડીના મોટા નેતાઓ પણ દિવાના હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ